ગાંધીનગરમાં વિદ્યાર્થી શક્તિથી મતદાર જાગૃતિ, 50 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ચિત્રો દ્વારા લોકશાહીનો સંદેશ આપ્યો


ગાંધીનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાર જાગૃતિ માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. SVAP (સ્ટેટ વોટર્સ અવેરનેસ પ્રોગ્રામ) અંતર્ગત જિલ્લાની તમામ શાળાઓમાં ચિત્રકલા અને પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ લોકશાહીના મૂલ્યોને સર્જનાત્મક રીતે રજૂ કર્યા.

આ અભિયાનમાં 50,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જે પોતાના વિચારોને રંગો અને આકારો દ્વારા કેનવાસ પર ઉતારી મતદાનનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. “મારો મત, મારો અધિકાર” અને “ચૂંટણી પર્વ – દેશનો ગર્વ” જેવી પ્રેરણાદાયક થીમ પર વિદ્યાર્થીઓએ આકર્ષક અને વિચારપ્રેરક પોસ્ટર્સ તૈયાર કર્યા હતા. આ પોસ્ટર્સમાં લોકશાહી પ્રત્યેની જવાબદારી, નૈતિક મતદાન અને સક્રિય નાગરિકત્વના સંદેશો ઝળહળતા દેખાયા હતા.

તૈયાર કરાયેલા પોસ્ટર્સને હવે ગ્રામ પંચાયત કચેરીઓ, બસ સ્ટેન્ડ અને અન્ય જાહેર સ્થળોએ પ્રદર્શિત કરવામાં આવશે, જેથી વધુમાં વધુ નાગરિકો સુધી મતદાનનો સંદેશ પહોંચે. આ પહેલ દ્વારા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

જિલ્લા તંત્રના સુવ્યવસ્થિત આયોજન અને શાળાઓના સહયોગથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. વિદ્યાર્થીઓએ માત્ર સ્પર્ધામાં ભાગ જ લીધો નહીં, પરંતુ સમાજમાં જાગૃતિ ફેલાવવાના દૂત તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. શિક્ષકો અને વાલીઓએ પણ આ પ્રયાસને વધાવી લીધો હતો.

આવતા 26 એપ્રિલના રોજ યોજાનારા મતદાનને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લો વધુમાં વધુ મતદાન નોંધાવવા સજ્જ થઈ રહ્યો છે. આ પ્રકારના સર્જનાત્મક અભિયાનોથી મતદારોમાં જાગૃતિ વધશે અને મતદાન ટકાવારીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જિલ્લા પ્રશાસને તમામ નાગરિકોને મતદાનના દિવસે અવશ્ય મતદાન કરવા અપીલ કરી છે અને લોકશાહીને મજબૂત બનાવવા પોતાનો ફાળો આપવાની વિનંતી કરી છે. તમારો મત તમારી શક્તિ છે—તેનો યોગ્ય ઉપયોગ કરો.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *