જૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી


Junagadh જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યુવાનોને રોજગારની વધુ તકો ઉપલબ્ધ થાય અને નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ બની શકાય તે હેતુથી ઔદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 11 મેના રોજ યોજાયેલા આ ભરતીમેળામાં મોટી સંખ્યામાં યુવાનોને રોજગારની તક પ્રાપ્ત થઈ હતી.

રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લામાં 2000થી વધુ ઉમેદવારોને ઈ-મેઇલ અને વિવિધ સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા ઈન્ટરવ્યૂ પ્રક્રિયામાં ભાગ લેવા આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ ભરતીમેળામાં 60થી વધુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓએ ઉમેદવારોને ઉપલબ્ધ ખાલી જગ્યાઓ, પગારધોરણ, અન્ય લાભો અને કારકિર્દીની તકો અંગે વિગતવાર માહિતી આપી હતી.

ભરતીમેળામાં C.V.M Company, IndusInd Nippon Life Insurance, Radiant Service અને CSC Center સહિત કુલ ચાર નોકરીદાતાઓએ ભાગ લીધો હતો. આ કંપનીઓ દ્વારા ઉમેદવારો માટે સ્થળ પર જ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ અને આવડતના આધારે કુલ 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. પસંદ થયેલા ઉમેદવારોને આગામી તબક્કાની પ્રક્રિયા માટે કંપનીઓ ખાતે બીજા રાઉન્ડના ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

ભરતીમેળા દરમિયાન રોજગાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા યુવાનોને કારકિર્દી માર્ગદર્શન અને પ્રેરણા પણ આપવામાં આવી હતી. રોજગારવાંચ્છુઓને આત્મવિશ્વાસ સાથે વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાની પ્રેરણા આપવામાં આવી હતી.

જૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા આયોજિત આ ભરતીમેળો યુવાનો માટે રોજગાર મેળવવાનો મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થયો છે. આવા આયોજનોથી સ્થાનિક યુવાનોને યોગ્ય રોજગારની તકો મળી રહે છે અને ઉદ્યોગો માટે લાયક માનવબળ ઉપલબ્ધ થવામાં મદદ મળે છે.

જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભવિષ્યમાં પણ આવા ભરતીમેળાઓ અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમો યોજવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી।


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *