મુખમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ‘અમૂલ AI’ ડિજિટલ પ્લેટફોર્મનું લોકાર્પણ કર્યું, ડેરી ક્ષેત્રને મળશે નવી દિશા


ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાગાણી તથા અન્ય મંત્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં ડેરી ક્ષેત્રને આધુનિક ટેકનોલોજી સાથે જોડતું ‘અમૂલ AI’ (Amul AI) ડિજિટલ પ્લેટફોર્મનું રિમોટ દ્વારા લોકાર્પણ કર્યું હતું. આ પહેલ કૃત્રિમ બુદ્ધિ (Artificial Intelligence – AI)ના ઉપયોગથી સહકારી ડેરી ક્ષેત્રને નવી દિશા આપનાર સાબિત થશે.કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રીશ્રીએ ‘અમૂલ AI’ અંગેની લઘુફિલ્મ નિહાળી હતી, જેમાં આ ડિજિટલ પ્લેટફોર્મની વિશેષતાઓ અને દૂધ ઉત્પાદકોને મળનારા લાભોની માહિતી રજૂ કરવામાં આવી હતી. ‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્રને સાકાર બનાવતી આ એપ્લિકેશન નવીનતમ ટેકનોલોજીથી સજ્જ છે, જે દૂધ ઉત્પાદકોને ઉત્પાદન, ગુણવત્તા, ભાવ અને બજાર સંબંધિત માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવશે.મુખમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, સરકાર-સહકાર અને ટેકનોલોજીના ત્રિવેણી સંગમથી આધુનિક વિકાસની ગતિ અનેકગણી વધી છે. ડેરી ક્ષેત્રમાં AI આધારિત વ્યવસ્થાઓથી પારદર્શિતા વધશે, ખર્ચમાં ઘટાડો થશે અને દૂધ ઉત્પાદકોને સીધો આર્થિક લાભ મળશે. આ પગલું ગ્રામિણ અર્થતંત્રને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.‘અમૂલ AI’ પ્લેટફોર્મ દૂધ સંગ્રહ, ગુણવત્તા ચકાસણી, ડેટા વિશ્લેષણ અને બજાર જોડાણ જેવી પ્રક્રિયાઓને વધુ અસરકારક બનાવશે. ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને સમયસર માહિતી મળવાથી તેઓ યોગ્ય નિર્ણય લઈ શકશે અને આવકમાં વધારો થશે. સહકારી ક્ષેત્રની મજબૂતી સાથે રાજ્યના કૃષિ અને પશુપાલન ક્ષેત્રને પણ નવો વેગ મળશે.ગુજરાત દેશના ડેરી વિકાસમાં અગ્રેસર રાજ્ય તરીકે ઓળખાય છે. ‘અમૂલ AI’ જેવી નવીન પહેલ રાજ્યને ડિજિટલ ડેરી ક્રાંતિ તરફ આગળ વધારશે અને સહકારી આંદોલનને વધુ સશક્ત બનાવશે. આ લોન્ચિંગ કાર્યક્રમ ડેરી ક્ષેત્ર માટે એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.


  • Related Posts

    Hogwarts Legacy Cracked Keys Skidrow Crack PC



    Ghost of Yotei for PC Cracked Keys ElAmigos Release Save Fix for Desktop



    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *