વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છ પૂર્વે દેવભૂમિ દ્વારકામાં ₹7 હજાર કરોડથી વધુના 23 એમઓયુ, ટકાઉ વિકાસ તરફ મોટું પગલું


વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) સૌરાષ્ટ્ર-કચ્છનું આયોજન તા. 11 અને 12 જાન્યુઆરીએ રાજકોટમાં કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ કોન્ફરન્સ પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા સ્તરના કાર્યક્રમ અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં કુલ 23 એમઓયુ (MoUs) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ એમઓયુ દ્વારા ₹7 હજાર કરોડથી વધુના પ્રસ્તાવિત રોકાણ સાથે જિલ્લાના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી દિશા મળશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લો પર્યાવરણ સંરક્ષણ સાથે ટકાઉ વિકાસના લક્ષ્યને સાકાર કરવામાં મહત્વપૂર્ણ માધ્યમ બનશે. ભારતના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે જે દિશામાં આગળ વધી રહ્યું છે, તેમાં દેવભૂમિ દ્વારકાનો ફાળો નોંધપાત્ર રહેશે. ખાસ કરીને પર્યાવરણની જાળવણી, હરિત ઊર્જા અને નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં જિલ્લો આગેવાન બની રહ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લો આજની તારીખે પવન ઊર્જા અને રિન્યૂએબલ એનર્જીના ક્ષેત્રમાં પાયોનિયર તરીકે ઉભરી રહ્યો છે. જિલ્લામાં સ્થાપિત પવનચક્કીઓ દ્વારા નોંધપાત્ર પ્રમાણમાં વિજ ઉત્પાદન થઈ રહ્યું છે, જે રાજ્યની ઊર્જા જરૂરિયાતોને સંતુલિત કરવામાં મદદરૂપ બની રહ્યું છે. આ ક્ષેત્રમાં થયેલા નવા પ્રસ્તાવિત રોકાણો ઊર્જા આત્મનિર્ભરતા તરફ એક મજબૂત પગલું સાબિત થશે.

VGRC પૂર્વે થયેલા આ એમઓયુઓ માત્ર ઔદ્યોગિક વિકાસ પૂરતા સીમિત નથી, પરંતુ તે પર્યાવરણ સુરક્ષા, ઊર્જા સ્વાવલંબન અને ટકાઉ વિકાસ માટે માઈલસ્ટોન સાબિત થશે. રોજગાર સર્જન, સ્થાનિક અર્થતંત્રને વેગ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી દેવભૂમિ દ્વારકા જિલ્લો વિકાસના નવા આયામો સ્થાપિત કરશે.

આગામી દિવસોમાં રાજકોટમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન આ પ્રસ્તાવિત રોકાણોને વધુ વેગ મળશે અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારને ઉદ્યોગ, ઊર્જા અને પર્યાવરણના ક્ષેત્રે નવી ઓળખ મળશે.


  • Related Posts

    આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાય


    GMERS Medical College ખાતે ‘આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે’ની ભવ્ય ઉજવણી રાજ્યના આરોગ્ય મંત્રી Praful Pansheriya ની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં નર્સિંગ વ્યવસાયની મહત્તા, સેવા ભાવના અને માનવતાના મૂલ્યોને ઉજાગર…


    જૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી


    Junagadh જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યુવાનોને રોજગારની વધુ તકો ઉપલબ્ધ થાય અને નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ બની શકાય તે હેતુથી ઔદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *