વડોદરા ઝોનમાં એઆઇ અને રોબોટિક્સ તાલીમ: વડોદરા, ભરૂચ અને નર્મદાના 45 શિક્ષકો સજ્જ


વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે વિદ્યાર્થીઓમાં વધતી રસરુચિને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના માર્ગદર્શન હેઠળ પીએમશ્રી શાળાના શિક્ષકોને એઆઇ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને રોબોટિક્સ વિષયક વિશેષ તાલીમ આપવામાં આવી. વડોદરામાં ઝોન કક્ષાએ આયોજિત આ કાર્યશાળામાં વડોદરા, વડોદરા કોર્પોરેશન, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના કુલ 45 આચાર્યો અને શિક્ષકોએ ભાગ લીધો હતો.

કાર્યશાળાનું સંયોજન શ્રી મુકેશ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. બે દિવસીય તાલીમમાં રાજ્ય કક્ષાએથી તાલીમ પ્રાપ્ત નિષ્ણાત તજજ્ઞો કિંજલબેન મિસ્ત્રી, મોનીકાબેન સોની અને સાગરભાઈ ચૌધરીએ થીયોરીટીકલ તથા પ્રેક્ટિકલ માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સના મૂળભૂત સિદ્ધાંતો સાથે વિવિધ મોડેલો અંગે સમજ અપાઈ.

તાલીમ દરમિયાન બ્રેડબોર્ડ, હોલ જમ્પર, પિક્ટોબ્લોક જેવા પ્રયોગાત્મક સાધનો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપરાંત, સામાન્ય ઇન્ટરનેટ કનેક્શન દ્વારા જનરેટિવ એઆઇનો ઉપયોગ કરીને શિક્ષણને વધુ સરળ અને અસરકારક કેવી રીતે બનાવી શકાય તે અંગે પણ વિગતવાર સમજ આપવામાં આવી. આ તાલીમથી શિક્ષકો વિદ્યાર્થીઓને ટેક્નોલોજી આધારિત અભ્યાસમાં વધુ સક્રિય બનાવી શકશે.

જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર મહેશ પાંડે દ્વારા તાલીમાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે પીએમશ્રી શાળાઓમાં વિદ્યાર્થીઓને એઆઇ અને રોબોટિક્સના સાધનોનો ઉપયોગ સમજાવી તેમને ગણિત અને વિજ્ઞાન વિષયમાં રસ જાગૃત કરવો સમયની માંગ છે. વિદ્યાર્થીઓ પોતાનાં સ્વપ્રયત્નોથી એન્જિનિયરિંગ સંબંધિત મૂળભૂત જ્ઞાન પ્રાપ્ત કરે તે માટે આ પ્રકારની તાલીમ અત્યંત જરૂરી છે.

તાલીમના બીજા દિવસે American India Foundationની ગાયત્રીબેન કૌલની ટીમે ઉપસ્થિત રહી વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.

ઝોન કક્ષાના આ તાલીમ વર્ગનું સમગ્ર આયોજન રાકેશ સુથાર (એડીપીસી, સમગ્ર શિક્ષા, વડોદરા) દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું સફળ સંચાલન સી.આર.સી. કો-ઓર્ડિનેટર મનોજ જોષીએ સંભાળ્યું હતું. આ પહેલથી રાજ્યમાં ટેક્નોલોજી આધારિત શિક્ષણને નવી દિશા મળશે અને વિદ્યાર્થીઓમાં નવીનતા તથા વૈજ્ઞાનિક વિચારશક્તિનો વિકાસ થશે.


  • Related Posts

    ETAP Portable + Serial Key Windows 10 (x86-x64) no Virus 2026



    CyberLink PowerDVD Ultra Full-Activated [no Virus] (x64) Final Unlimited



    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *