પોરબંદરમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક, વિકાસ કાર્યો અને જમીન પ્રશ્નોના ઝડપી નિકાલ પર ભાર


પોરબંદર: પોરબંદર જિલ્લામાં વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા અને ગ્રામતલના પડતર પ્રશ્નોના કાયમી ઉકેલ માટે કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણીની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લામાં ચાલી રહેલા તેમજ આગામી સમયમાં અમલમાં આવનાર વિકાસ કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગ્રામતલના લાંબા સમયથી પેન્ડિંગ રહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા વહીવટી તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા. તેમણે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને મોડલ સ્કૂલના નિર્માણ માટે જમીન ફાળવણીના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને તાત્કાલિક ઉકેલ લાવવા સૂચના આપી હતી. સાથે જ જમીન માપણી સંબંધિત પડતર અરજીઓ અને વાંધા અરજીઓના કારણે સામાન્ય નાગરિકોને થતી મુશ્કેલીઓ દૂર કરવા તેનો ઝડપથી નિકાલ કરવા પર ભાર મૂક્યો હતો.

પર્યાવરણ સંરક્ષણને મહત્વ આપતા મંત્રીશ્રીએ જિલ્લામાં વનીકરણનો વ્યાપ વધારવા અને રસ્તાની માપણી કરીને ચોક્કસ માઈલસ્ટોન નક્કી કરી સઘન વૃક્ષારોપણ કરવા સૂચના આપી હતી. પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તાના કામોની ગુણવત્તા અને ગતિમાં સુધારો લાવવા માટે પણ તાકીદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું અધિકારીઓની નૈતિક અને વહીવટી જવાબદારી છે.

બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણીએ રાજ્યપાલશ્રીના સંભવિત પ્રવાસ, ગ્રામ મુલાકાત અને રાત્રિ નિવાસના આયોજન અંગે વિગતો આપી હતી. ઉપરાંત કલેક્ટર કોન્ફરન્સમાં ચર્ચાયેલા મુદ્દાઓ જેમ કે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, ગ્રામ કલ્યાણ યોજનાઓનું અસરકારક અમલીકરણ અને વીજળી વપરાશ પર નિયંત્રણ અંગે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આરોગ્ય, શિક્ષણ અને પોષણ જેવી મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.

આ ઉપરાંત ૨૬ જાન્યુઆરીના જિલ્લા કક્ષાના કાર્યક્રમના સુચારૂ આયોજન, સોશિયલ મીડિયા દ્વારા યોજનાકીય પ્રચાર અને ઈ-સરકાર સેવાઓ વધુ સક્રિય રીતે અમલમાં લાવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, જિલ્લા પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજા, મહાનગરપાલિકા કમિશનર શ્રી એચ.જે. પ્રજાપતિ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *