ઉમરેઠ પેટાચૂંટણી 2026: ખર્ચ ઓબ્ઝર્વર અનંગ રાવતની મુલાકાત, 1950 હેલ્પલાઇન પર 284 ચૂંટણીલક્ષી પૂછપરછ


ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લામાં ચૂંટણી વ્યવસ્થા વધુ મજબૂત અને પારદર્શક બનાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ અનુસંધાને ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અનંગ રાવતે આણંદ ખાતે જિલ્લા કક્ષાના ફરીયાદ નિવારણ કેન્દ્ર તેમજ મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન થતી ફરિયાદોની નોંધણી, તેના સમયસર નિવારણ અને મીડિયા પર નજર રાખવા માટે અપનાવવામાં આવતા ઉપાયો અંગે વિગતવાર સમીક્ષા કરી હતી.

ખર્ચ ઓબ્ઝર્વરે અધિકારીઓને સૂચના આપી કે તમામ ફરિયાદોને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે જેથી મતદારોનો વિશ્વાસ જળવાઈ રહે. તેમણે ખાસ કરીને ચૂંટણી ખર્ચની પારદર્શિતા જાળવવા અને ગેરરીતિઓ અટકાવવા માટે સતત મોનીટરીંગ કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. મીડિયા મોનીટરીંગ સેન્ટર દ્વારા પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા પર પ્રસારીત થતી સામગ્રી પર નજર રાખી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ તરફ, ચૂંટણી આયોગ દ્વારા શરૂ કરાયેલ 1950 ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પર મતદારોમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 284 જેટલી વિવિધ પ્રકારની પૂછપરછ પ્રાપ્ત થઈ છે, જેમાં મોટાભાગની પૂછપરછ ચૂંટણી ઓળખ કાર્ડ (ઇલેક્શન કાર્ડ) સંબંધિત છે. મતદાર યાદીમાં નામ ચકાસવું, નવી નોંધણી, સુધારા અને સ્થાનાંતરણ જેવી સેવાઓ માટે લોકો 1950 હેલ્પલાઇનનો ઉપયોગ કરી રહ્યા છે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને વધુમાં વધુ જાગૃત કરવા માટે સતત અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી દરેક મતદાર પોતાના મતાધિકારનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે. ઉમરેઠ પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ પૂર્ણ જોરશોરથી ચાલી રહી છે અને અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ, સ્વચ્છ અને પારદર્શક ચૂંટણી યોજાય તે માટે કટિબદ્ધતા દર્શાવવામાં આવી રહી છે.

આ સમગ્ર પ્રક્રિયા દર્શાવે છે કે ચૂંટણી તંત્ર મતદારોને સુવિધા પૂરી પાડવા તેમજ ચૂંટણીમાં પારદર્શિતા જાળવવા માટે સતત પ્રયત્નશીલ છે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *