બાર્ડોલી ખાતે ‘બેટી બચાવો બેટી પાડાવો’ યોજનાના અંતર્ગત ‘બાલિકા પંચાયત’ તાલીમ મૉડ્યુલનું ત્રિદિવસીય તાલીમ શિબિર પ્રારંભ


બાર્ડોલી સ્થિત સિનિયર સિટિઝન ક્લબ હોલ ખાતે ‘બેટી બચાવો બેટી પાડાવો’ યોજના હેઠળ ‘બાલિકા પંચાયત’ તાલીમ મૉડ્યુલ માટે ત્રિદિવસીય ઇન્સ્ટ્રક્ટર્સ ટ્રેનિંગનો ભવ્ય પ્રારંભ થયો હતો. સુરતના મહિલા અને બાળ અધિકારી કચેરી, ICDS શાખા અને આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ તાલીમમાં મુખ્ય કાર્યકરોને વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે, જેથી તેઓ ગ્રામ્ય સ્તરે બાલિકા પંચાયત સાથે જોડાયેલી કિશોરીઓને યોગ્ય માર્ગદર્શન આપી શકે. કિશોરી અવસ્થામાં થતા શારીરિક અને માનસિક ફેરફારો, જીવન કૌશલ્ય, બાળલગ્ન, લિંગભેદ, ગર્ભપાત પરીક્ષણ અને સામાજિક કુરિતીઓ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ખાસ તાલીમ આપવામાં આવશે.

કાર્યક્રમ દરમિયાન મહિલા અને બાળ અધિકારી શ્રી આર.એન. ગામિત, દહેજ પ્રતિબંધ સહ સંરક્ષણ અધિકારી શ્રી ડી.પી. વસાવા, ફિલ્ડ ઓફિસર શ્રી વિક્રમભાઈ પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે બાલિકા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં કિશોરીઓમાં નેતૃત્વ ક્ષમતા વિકસાવવા અને મહિલાઓના સશક્તિકરણને વેગ આપવાનો મુખ્ય હેતુ છે.

‘બાલિકા પંચાયત’ શું છે?
બાલિકા પંચાયત 10 થી 25 વર્ષની કિશોરીઓ અને યુવતીઓ માટેનું એક મંચ છે, જ્યાં તેઓ લોકશાહી પ્રક્રિયા, નિર્ણય લેવાની કળા અને સામાજિક મુદ્દાઓ અંગે જાગૃત બને છે. આ પહેલનો ઉદ્દેશ રાજ્યના છેવાડાના ગામોની દીકરીઓમાં નેતૃત્વ ગુણો વિકસાવવાનો છે.

તાલીમના મુખ્ય વિષયો
• પોષણ અને આરોગ્ય: એનિમિયા અને કિશોરી અવસ્થાના ફેરફારો
• સામાજિક જાગૃતિ: લિંગભેદ, બાળલગ્ન અને સ્ત્રીભ્રૂણહત્યા સામે લડત
• કાનૂની જ્ઞાન: બાળ અધિકાર, સુરક્ષા અને સંરક્ષણ કાયદા
• પ્રશાસકીય સમજ: પંચાયતી રાજ પદ્ધતિ અને નિર્ણયક્ષમતા

આ ત્રિદિવસીય તાલીમ દ્વારા કિશોરીઓને આત્મવિશ્વાસ, જાગૃતિ અને નેતૃત્વના ગુણોથી સજ્જ કરી સશક્ત સમાજ નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *