ગુજરાતમાં પ્રથમવાર ‘મહીસાગર શિક્ષા સરિતા’ પ્રકલ્પનો શુભારંભ, પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં લાવશે ક્રાંતિકારી સુધારો


મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત ૧૧૯૨ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરવા તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત રાજ્યમાં પ્રથમવાર ‘મહીસાગર શિક્ષા સરિતા’ નામનો વ્યાપક શૈક્ષણિક પ્રકલ્પ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રકલ્પનો મુખ્ય હેતુ ધોરણ અનુસાર અપેક્ષિત અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત અને પરિણામલક્ષી બનાવવાનો છે.

જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આ નવીન પ્રકલ્પની રચના કરવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં ગુણવત્તાસભર શિક્ષણ સાથે જીવનકૌશલ્ય, વિચારશક્તિ, સૃજનાત્મકતા અને આત્મવિશ્વાસ વિકસે તે દિશામાં આ પ્રકલ્પ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ‘મહીસાગર શિક્ષા સરિતા’ અંતર્ગત શિક્ષકો માટે માર્ગદર્શિકા, અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં નવી પદ્ધતિઓ, નિયમિત મૂલ્યાંકન તેમજ અભ્યાસક્રમ આધારિત પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રકલ્પનો ભવ્ય શુભારંભ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, DRDA ડાયરેક્ટરશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તેમજ ડાયટ સંતરામપુરના વ્યાખ્યાતા મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ ‘મહીસાગર શિક્ષા સરિતા’ પ્રકલ્પને પ્રાથમિક શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન લાવતી પહેલ તરીકે બિરદાવ્યો હતો.

પ્રકલ્પ અંતર્ગત દરેક ધોરણ માટે સ્પષ્ટ અધ્યયન નિષ્પત્તિઓ નક્કી કરીને તે સિદ્ધ થાય તે માટે શિક્ષકોને સતત માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવશે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિનું સમયાંતરે મૂલ્યાંકન કરીને જરૂરી સુધારાત્મક પગલાં લેવાશે. આ સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, રમતગમત, કલા અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

‘મહીસાગર શિક્ષા સરિતા’ પ્રકલ્પ મહીસાગર જિલ્લાની પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થાને નવી દિશા આપશે અને રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ માર્ગદર્શક મોડેલ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.


  • Related Posts

    The Mongoose 2026 Pre-DVDRip UltraHD AAC 2.0 torrent



    CyberLink AudioDirector Ultra Crack + License Key All Versions Reddit



    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *