દૃઢ ઇચ્છાશક્તિ અને મહેનતથી સફળતા શક્ય: મંત્રીશ્રીનો વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશ


વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, “જો મનમાં દૃઢ નિશ્ચય હોય તો કોઈ પણ મુકામ હાંસલ કરી શકાય”. ઇચ્છાશક્તિ અને સતત મહેનતના બળે જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે, તેવો મજબૂત સંદેશ તેમણે વિદ્યાર્થીઓને આપ્યો હતો. તેમણે જણાવ્યું કે આજના સમયમાં માત્ર ડિગ્રી નહીં પરંતુ કૌશલ્ય આધારિત શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ ખૂબ મહત્વપૂર્ણ બની ગઈ છે.

મંત્રીશ્રીએ ઉદાહરણ આપતાં જણાવ્યું કે @IGNOREI ખાતે અભ્યાસ કરેલ અથવા સર્ટિફિકેટ કોર્સ પૂર્ણ કરેલ અનેક યુવતીઓ આજે પોતાના કૌશલ્યના આધારે પ્રતિ માસ રૂ. 1 હજારથી લઈને રૂ. 20 હજાર સુધીની આવક મેળવી રહી છે. આ યુવતીઓ સ્વનિર્ભર બની સમાજ માટે પ્રેરણારૂપ બની છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં તેમજ અન્ય રાજ્યોની અનેક કંપનીઓ ગુજરાતમાં સ્થાપિત થઈ રહી છે, જેના કારણે બજારની માંગ મુજબ કુશળ માનવશક્તિની જરૂરિયાત વધી રહી છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર વર્તમાન સમયની જરૂરિયાત અનુસાર નવા વ્યાવસાયિક અને પ્રોફેશનલ કોર્સ શરૂ કરવાની દિશામાં વિચારણા કરી રહી છે. ઉદ્યોગોની માંગને અનુરૂપ તાલીમ અને શિક્ષણ મળશે તો યુવાનોને રોજગાર મેળવવામાં સરળતા રહેશે અને રાજ્યના વિકાસમાં તેમનો સક્રિય ફાળો રહેશે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા જસદણ-વિંચિયા વિસ્તારમાં પૂરતી શિક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અહીં પ્રાથમિક શાળા થી લઈને ઉચ્ચ માધ્યમિક સુધીની સરકારી શાળાઓ કાર્યરત છે. ઉપરાંત વિજ્ઞાન પ્રવાહ સાથેનું સરકારી કોલેજ પણ ઉપલબ્ધ છે, જે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ તક છે.

શિક્ષણ સાથે જ જ્ઞાનવર્ધન માટે સરકાર દ્વારા આ વિસ્તારમાં એક આધુનિક અને અદ્યતન લાઇબ્રેરી શરૂ કરવાની પણ યોજના બનાવવામાં આવી રહી છે. આ લાઇબ્રેરી વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનાર યુવાનો તેમજ સામાન્ય નાગરિકો માટે ઉપયોગી સાબિત થશે.

મંત્રીશ્રીએ અંતમાં વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે કૌશલ્ય વિકાસ પર ભાર મૂકવા, સમયનો સદુપયોગ કરવા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે આહ્વાન કર્યું. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત કાર્યરત છે અને યોગ્ય તક તથા માર્ગદર્શનથી જસદણ-વિંચિયા વિસ્તારના યુવાનો નવી ઊંચાઈઓ સર કરશે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *