સમી તાલુકાના વાઘપૂરા ગામે રૂ. 1.19 કરોડના ખર્ચે નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ, મંત્રી સ્વરૂપજી ઠાકોરે શિક્ષણને આપ્યું પ્રાથમિક સ્થાન


પાટણ જિલ્લાના સમી તાલુકાના વાઘપૂરા ગામે પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું રાજ્યકક્ષાના માનનીય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂ. 1,19,00,000/- ના ખર્ચે તૈયાર થયેલ આ અદ્યતન સુવિધા સભર શાળા ભવનથી ગામના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સુસજ્જ માળખું ઉપલબ્ધ બનશે.

આ પ્રસંગે મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે “દીકરી ભણશે તો પરિવાર, સમાજ અને દેશ આગળ વધશે.” તેમણે કહ્યું કે શિક્ષણ એ સમાજ પરિવર્તનનું સૌથી સશક્ત સાધન છે અને ખાસ કરીને દીકરીઓના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે. સરકાર દ્વારા ગામડાં સુધી શિક્ષણની સુવિધાઓ પહોંચે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નવનિર્મિત પ્રાથમિક શાળા ભવનમાં વિશાળ અને હवादાર વર્ગખંડો, બાળકો માટે અનુકૂળ શૈક્ષણિક માળખું, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છ શૌચાલય, બાઉન્ડ્રી વોલ સહિતની તમામ જરૂરી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ શાળા ભવનથી વિદ્યાર્થીઓને આરામદાયક અને પ્રેરણાદાયક વાતાવરણ મળશે, જેનાથી અભ્યાસમાં રસ અને પ્રગતિ બંને વધશે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર શિક્ષણ, આરોગ્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનું માળખું મજબૂત બનશે તો ભવિષ્યની પેઢી વધુ સશક્ત અને સ્વાવલંબી બનશે. તેમણે વાઘપૂરા ગામના નાગરિકોને આ સુવિધાનો યોગ્ય ઉપયોગ કરવા અને બાળકોને નિયમિત શાળામાં મોકલવા અનુરોધ કર્યો.

આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, શાળા સંચાલન સમિતિના સભ્યો, શિક્ષકો, વાલીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સરકારના આ પ્રયાસને આવકાર આપતા શિક્ષણ વિકાસ માટે આ પગલું મહત્વપૂર્ણ ગણાવ્યું.

નવા શાળા ભવનના લોકાર્પણથી વાઘપૂરા ગામે શિક્ષણ ક્ષેત્રે નવી દિશા મળી છે. આ ભવન ગામના બાળકો માટે ઉજ્જવળ ભવિષ્યની પાયારચના સાબિત થશે અને સમગ્ર વિસ્તારમાં શિક્ષણની ગુણવત્તા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *