વસતી ગણતરી-2027ની પ્રથમ તબક્કાની તૈયારીઓ તેજ: ગાંધીનગરમાં વિશેષ બેઠક, ડિજિટલ સ્વ-ગણતરી સુવિધા ઉપલબ્ધ થશે


ભારત સરકારના ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર દ્વારા આયોજિત વસતી ગણતરી-2027ના પ્રથમ તબક્કાની તૈયારીઓ અંતર્ગત ગુજરાત તથા દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર્સની વિશેષ બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ હતી. બેઠકનું અધ્યક્ષસ્થાન ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસએ સંભાળ્યું હતું.

આ બેઠકમાં વસતી ગણતરી-2027ની કામગીરીને સુચારુ, પારદર્શક અને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે વિવિધ વહીવટી અને તકનીકી પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. વર્ષ 2027માં યોજાનારી વસતી ગણતરી બે તબક્કામાં હાથ ધરાશે. પ્રથમ તબક્કામાં ઘર યાદી અને આવાસ ગણતરી (હાઉસ લિસ્ટિંગ ઓપરેશન – HLO) કરવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં વાસ્તવિક વસતી ગણતરી હાથ ધરવામાં આવશે.

ગુજરાતમાં HLOની કામગીરી આગામી એપ્રિલ-મે 2026 દરમિયાન શરૂ થવાની છે. આ તબક્કામાં રાજ્યભરના મકાનો, રહેણાક એકમો અને ઘરોની વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવશે. ખાસ કરીને, નાગરિકોને ઓનલાઈન સ્વ-માહિતી (સેલ્ફ એન્યુમરેશન) ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે, જે ડિજિટલ ગવર્નન્સ તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

બેઠક દરમિયાન ગુજરાતની વસતી ગણતરી નિયામક કચેરી દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરી કામગીરીનું આયોજન, કર્મચારીઓની નિમણૂક, તાલીમ કાર્યક્રમો અને ડિજિટલ પ્લેટફોર્મની તૈયારીઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. ટેકનોલોજી આધારિત ડેટા સંગ્રહ પદ્ધતિ દ્વારા ચોકસાઈ અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો ખાસ ભાર મૂકાયો.

મુખ્ય સચિવ એમ. કે. દાસે જણાવ્યું કે વસતી ગણતરી-2027 દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે, જે નીતિ નિર્ધારણ, વિકાસ યોજના અને સંસાધનોના સમતોલ વિતરણ માટે આધારરૂપ બનશે. તેમણે ઉમેર્યું કે આ ગણતરી ચોકસાઈ, પારદર્શિતા અને ડિજિટલ ગવર્નન્સમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરશે.

રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં પૂર્વ તૈયારીઓ ઝડપથી પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી છે, જેથી વસતી ગણતરી-2027ની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે.


  • Related Posts

    આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાય


    GMERS Medical College ખાતે ‘આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે’ની ભવ્ય ઉજવણી રાજ્યના આરોગ્ય મંત્રી Praful Pansheriya ની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં નર્સિંગ વ્યવસાયની મહત્તા, સેવા ભાવના અને માનવતાના મૂલ્યોને ઉજાગર…


    જૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી


    Junagadh જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યુવાનોને રોજગારની વધુ તકો ઉપલબ્ધ થાય અને નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ બની શકાય તે હેતુથી ઔદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *