પોરબંદર જિલ્લામાં 4,44,161 મતદારો સાથે મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ, રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ


પોરબંદર જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–2026 અંતર્ગત 83-પોરબંદર અને 84-કુતિયાણા વિધાનસભા મતવિભાગોની મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન તમામ પક્ષોના પ્રતિનિધિઓને આખરી મતદારયાદીની એક ડિજિટલ તેમજ ફિઝિકલ નકલ સુપ્રત કરવામાં આવી હતી.

ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ તા. 01-01-2026ની લાયકાત તારીખના આધારે આ વિશેષ સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરાયો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તા. 01-01-2026ની સ્થિતિએ પોરબંદર જિલ્લામાં કુલ 4,44,161 મતદારો નોંધાયેલા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 83-પોરબંદર વિધાનસભા મતવિભાગમાં 2,34,135 મતદારોનો સમાવેશ થાય છે, જ્યારે 84-કુતિયાણા વિધાનસભા મતવિભાગમાં 2,10,026 મતદારો નોંધાયા છે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ કાર્યક્રમની સમગ્ર પ્રક્રિયામાં સહકાર આપનાર જિલ્લાના નાગરિકો, ચૂંટણી સ્ટાફ તેમજ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મતદાર નોંધણી પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી છે. અંતિમ મતદારયાદી મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેથી સામાન્ય નાગરિકો સરળતાથી તેનો અભ્યાસ કરી શકે.

આ ખાસ સુધારણા કાર્યક્રમનો મુખ્ય હેતુ પાત્ર મતદારોના નામ યાદીમાં સામેલ કરવો અને ભૂલચૂક સુધારવી રહ્યો હતો. આ પ્રસિદ્ધિ દ્વારા મતદાર નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા, જવાબદારી અને જનસહભાગિતાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ નાગરિકોને પોતાની વિગતો ચકાસવા અને જરૂરી હોય તો સુધારણા માટે સમયસર કાર્યવાહી કરવાની અપીલ પણ કરવામાં આવી છે.


  • Related Posts

    Hogwarts Legacy Cracked Keys Skidrow Crack PC



    Ghost of Yotei for PC Cracked Keys ElAmigos Release Save Fix for Desktop



    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *