દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયાથી ‘આંગણવાડી વિઝિટ ટ્રેકર’ એપ્લિકેશનની શરૂઆત


દાહોદ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રોની કામગીરીને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે ‘આંગણવાડી વિઝિટ ટ્રેકર (AVT)’ એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી છે. આ નવીન પહેલની શરૂઆત દેવગઢ બારિયા તાલુકાથી કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા કાર્યક્રમ અધિકારી શ્રીમતી ઇરાબેન ચૌહાણની સૂચનાઓ અનુસાર દાહોદ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં આ એપ્લિકેશન અમલમાં મુકાઈ રહી છે.

અત્યાર સુધી દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી સંબંધિત માહિતી ‘વેલ નરિશ્ડ દાહોદ’ પોર્ટલ પર દાખલ કરવામાં આવી રહી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીઓનું વધુ સઘન મોનીટરીંગ કરવા માટે AVT એપ્લિકેશનનો એડવાન્સ વર્ઝન શરૂ કરવામાં આવ્યો છે. આ એપ્લિકેશનમાં “Automatic Beneficiary Count” નામનું નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે, જેના દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં હાજર બાળકોની સંખ્યા આપોઆપ નોંધાશે.

એપ્લિકેશન અનુસાર, આંગણવાડી કાર્યકર્તાએ સવારે 3 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી કેન્દ્રમાં હાજર બાળકોના ફોટોગ્રાફ અપલોડ કરવાના રહેશે. આ ફોટોગ્રાફના આધારે જ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રને અનાજ અને પોષણ સામગ્રીનો જથ્થો ફાળવવામાં આવશે. એટલે કે, ફોટામાં દેખાતા બાળકોની સંખ્યાના આધારે જ સ્ટોકનું વિતરણ કરવામાં આવશે. આથી લાભાર્થીઓની હાજરી અને સરકારની યોજનાઓનો લાભ યોગ્ય રીતે પહોંચે તે સુનિશ્ચિત થશે.

આ ઉપરાંત, AVT એપ્લિકેશનના એડવાન્સ વર્ઝન દ્વારા આંગણવાડી કેન્દ્રનો લાભ લેતા તમામ લાભાર્થીઓના ફોટા માત્ર આંગણવાડી કાર્યકર્તા દ્વારા અપલોડ કરવામાં આવશે. જેના આધારે કયા લાભાર્થીને 100 ટકા લાભ મળી રહ્યો છે અને જો કોઈ લાભાર્થી લાભથી વંચિત છે તો તેના કારણોની મોનીટરીંગ સીધા ગાંધીનગરથી કરવામાં આવશે.

આ એપ્લિકેશનના આધારે આંગણવાડી કેન્દ્રોમાં વપરાતા મસાલા તથા અન્ય સામગ્રીના બિલોની ચુકવણી પણ કરવામાં આવશે. જેથી ગેરરીતિ અટકે અને વધુમાં વધુ બાળકો, ગર્ભવતી માતાઓ અને ધાત્રી માતાઓને આંગણવાડી સેવાઓનો પૂરતો લાભ મળી શકે. વાડી કચેરી તરફથી સતત મોનીટરીંગ કરીને આંગણવાડી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.


  • Related Posts

    The Mongoose 2026 Pre-DVDRip UltraHD AAC 2.0 torrent



    CyberLink AudioDirector Ultra Crack + License Key All Versions Reddit



    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *