દાહોદ જિલ્લાના મંગલમહુડી ગામની બહેનો વાંસ અને દૂધી હસ્તકલા દ્વારા આત્મનિર્ભર બની


દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મંગલમહુડી ગામની બહેનો આજે પોતાની મહેનત, આવડત અને સર્જનાત્મકતા દ્વારા આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. હોળી ફળીયા વિસ્તારમાં આવેલા એક નાનકડા રૂમમાં દિવસભર થતો ખીટપીટનો અવાજ એ વાતનો સાક્ષી છે કે અહીં કંઈક નવું સર્જાઈ રહ્યું છે. ગામની બહેનો અને ભાઈઓ એકત્ર થઈ વાંસ અને દૂધીમાંથી વિવિધ આકર્ષક અને ઉપયોગી વસ્તુઓ તૈયાર કરે છે.

ખેતીવાડી, ઘરકામ અને રોજિંદા જીવનની જવાબદારીઓ વચ્ચે આ બહેનો હસ્તકલા કાર્ય દ્વારા પોતાના પરિવારની આવકમાં વધારો કરી રહી છે. જેમણે કદી શાળાનું પગથિયું પણ ચડ્યું નથી એવી બહેનો આજે પાર્વતી સખી મંડળ સંચાલિત કરી રહી છે. છેલ્લા પાંચ વર્ષથી સતત ચાલતી આ પ્રવૃત્તિમાં ૧૦ બહેનો સાથે ૧૦ ભાઈઓને પણ રોજગારી મળી રહી છે.

મંડળના પ્રમુખશ્રી બહેન જણાવે છે કે, સરકાર દ્વારા મોકલાયેલા ટ્રેનરો થકી ચાર મહિનાની તાલીમ મળ્યા બાદ તેમણે વાંસ અને દૂધીમાંથી હસ્તકલા વસ્તુઓ બનાવવાનું શીખ્યું. આજે બહેનો ઘરકામ અને ખેતી સાથે હસ્તકલા કાર્ય કરીને આર્થિક રીતે સ્વાવલંબી બની છે. આ મંડળ દ્વારા ટોપલીઓ, પેન સ્ટેન્ડ, મોબાઇલ સ્ટેન્ડ, હેર સ્ટીક, પાણીની બોટલ, લેમ્પ, કપ, વારલી પેઇન્ટિંગ, પક્ષીઓ માટેના માળા, શોભાદાયક તોરણો, લટકણિયા, તીર-કામઠાં તેમજ રમકડાં જેવી અનેક વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે.

દૂધીને એક મહિના સુધી સુકવીને તેની અંદરની ગર કાઢી વિવિધ ડિઝાઇન બનાવવામાં આવે છે અને તેમાં નાના બલ્બ લગાવી આકર્ષક લેમ્પ તૈયાર થાય છે. વાંસમાંથી પણ વિવિધ આકારના લેમ્પ અને શોભાવસ્તુઓ બનાવવામાં આવે છે, જેને ઉન, મોતી અને અન્ય સામગ્રીથી શણગારવામાં આવે છે. શણગાર માટેનું મટીરીયલ અમદાવાદથી મંગાવવામાં આવે છે જ્યારે વાંસ અને દૂધી ગામમાંથી સરળતાથી મળી રહે છે.

ભાભોર વિછિયાબેન જણાવે છે કે, સરકાર દ્વારા આયોજિત હસ્તકલા મેળાઓથી તેમને સારો પ્લેટફોર્મ અને ગ્રાહકો મળી રહે છે, જેના કારણે વિવિધ જિલ્લાઓમાં વેચાણ શક્ય બન્યું છે. આવા મેળાઓથી સારી આવક મળતી હોવાથી બહેનો સરકારનો આભાર વ્યક્ત કરે છે અને ભવિષ્યમાં પણ આવા અવસર મળતા રહે તેવી આશા વ્યક્ત કરે છે.


  • Related Posts

    The Mongoose 2026 Pre-DVDRip UltraHD AAC 2.0 torrent



    CyberLink AudioDirector Ultra Crack + License Key All Versions Reddit



    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *