રાજ્યના બાળકોના પોષણ અને પ્રાથમિક શિક્ષણને નવી ઊર્જા: 3,691 નવી નિમણૂક પામેલ આંગણવાડી કાર્યકરોની બે દિવસીય તાલીમ પૂર્ણ


રાજ્યના નાનાં બાળકોના પોષણ અને પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત અને ગુણવત્તાસભર બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું તરીકે રાજ્યભરમાં 3,691 નવી નિમણૂક પામેલ આંગણવાડી કાર્યકરો માટે બે દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ તાલીમનો મુખ્ય હેતુ આંગણવાડીને ‘પ્રી-સ્કૂલ’ તરીકે વધુ સક્ષમ બનાવવાનો તથા બાળવિકાસના પાયાને મજબૂત કરવાનો હતો.

આ તાલીમ દરમિયાન માસ્ટર ટ્રેનર્સ, સીડિપીઓ (CDPO) તથા સુપરવાઈઝરો દ્વારા આંગણવાડી કાર્યકરોને પોષણ સંગમ (Nutrition Sangam) અને સંકલિત બાળ વિકાસ સેવા યોજના (ICDS) અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બાળકો, કિશોરીઓ, ગર્ભવતી અને ધાત્રી માતાઓના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટેની વિવિધ માર્ગદર્શિકાઓ અંગે તાલીમાર્થીઓને અવગત કરવામાં આવ્યા હતા.

તાલીમ કાર્યક્રમમાં પ્રી-સ્કૂલ શિક્ષણના મહત્વ, બાળકોના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ માટેની પ્રવૃત્તિઓ, રમતો આધારિત શિક્ષણ પદ્ધતિ, તેમજ વયાનુરૂપ અભ્યાસક્રમ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પોષણ આહાર, વૃદ્ધિ મોનિટરિંગ, સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓની અસરકારક અમલવારી પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ તાલીમનો એક મહત્વપૂર્ણ ભાગ તરીકે નેશનલ ન્યુટ્રિશન મિશન (NNM) અંતર્ગત જિલ્લા સંકલકોને વિવિધ સરકારી મોબાઇલ એપ્લિકેશન અને ડિજિટલ પ્લેટફોર્મના અમલ માટે વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ એપ્લિકેશન દ્વારા બાળકોના પોષણની સ્થિતિ, સેવાઓની પ્રગતિ અને આંગણવાડી કેન્દ્રોની કામગીરીનું રિયલ-ટાઇમ મોનિટરિંગ શક્ય બનશે.

રાજ્ય સરકારનો સ્પષ્ટ અભિગમ છે કે બાળપણના શરૂઆતના વર્ષોમાં ગુણવત્તાસભર પોષણ અને શિક્ષણ મળી રહે તો આવનાર પેઢી વધુ સ્વસ્થ, સક્ષમ અને શિક્ષિત બને. આ દિશામાં યોજાયેલી આ તાલીમથી આંગણવાડી કાર્યકરો વધુ સજ્જ બનીને પોતાની જવાબદારી નિભાવશે અને રાજ્યના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મજબૂત પાયો ઊભો કરશે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *