વિબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છ: એડવાન્સ્ડ સિરામિક્સ ક્ષેત્રમાં વ્યૂહાત્મક રોકાણની નવી તકો


વિબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) સૌરાષ્ટ્ર-કચ્છ એડવાન્સ્ડ સિરામિક્સ ક્ષેત્રમાં વ્યૂહાત્મક રોકાણની વિશાળ તકો રજૂ કરવા માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થવાની છે. આ કોન્ફરન્સ રાજકોટ ખાતે 11 અને 12 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાશે, જેમાં સ્થાનિક ઉદ્યોગો, ઉદ્યોગ અગ્રણીઓ તેમજ રોકાણ ભાગીદારો માટે સહકાર અને વિકાસની નવી દિશાઓ ખુલશે.

સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ ખાસ કરીને મોરબી ક્લસ્ટર કારણે સિરામિક ઉદ્યોગનું વૈશ્વિક કેન્દ્ર તરીકે ઓળખાય છે. આ શક્તિશાળી ઔદ્યોગિક પૃષ્ઠભૂમિને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) દ્વારા મોરબીના પર્પલ-પેનાલી ખાતે ઇન્ટિગ્રેટેડ સિરામિક પાર્ક વિકસાવવામાં આવશે. આ પાર્ક એડવાન્સ્ડ સિરામિક્સ ઉદ્યોગ માટે વિશેષ રીતે ડિઝાઇન કરાયેલ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ સાથેનું એક નવું ઔદ્યોગિક વિકાસ કેન્દ્ર બનશે.

ઇન્ટિગ્રેટેડ સિરામિક પાર્કને મોરબીના પહેલેથી જ સ્થપાયેલા મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમનો સંપૂર્ણ લાભ મળશે. ઉદ્યોગોની ખાસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અહીં એક્સક્લૂસિવ સુવિધાઓ વિકસાવવામાં આવશે. પાર્કમાં કોમન ડિસ્પ્લે સેન્ટરની સ્થાપના કરવામાં આવશે, જેના માધ્યમથી ઉદ્યોગોને તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને બ્રાન્ડિંગ માટે એક મંચ મળશે.

આ ઉપરાંત, નવીનતા પ્રોત્સાહિત કરવા અને કાર્યક્ષમ માનવ સંસાધન વિકસાવવા માટે સેન્ટર ઓફ એક્સેલેન્સની સ્થાપના કરવામાં આવશે. આ સેન્ટરમાં NABL પ્રમાણિત લેબોરેટરી હશે, જે ગુણવત્તા પરીક્ષણ, સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પરિણામે, ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા, ગુણવત્તા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધુ મજબૂત બનશે.

રાજકોટમાં યોજાનારી VGRC સૌરાષ્ટ્ર-કચ્છ કોન્ફરન્સ એડવાન્સ્ડ સિરામિક્સ સહિત વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોમાં રોકાણ, ટેક્નોલોજી ટ્રાન્સફર અને ભાગીદારી માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે. આ કોન્ફરન્સ રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશને વૈશ્વિક રોકાણ નકશા પર વધુ મજબૂતીથી સ્થાપિત કરશે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *