નરદીપુરની ગૃહિણી કૃષ્ણાબેન વાઘેલા બન્યાં ‘લખપતિ દીદી’ – આત્મનિર્ભરતા અને મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત


નરદીપુરના ગામની ગૃહિણી કૃષ્ણાબેન વાઘેલા આજે ગુજરાતની હજારો મહિલાઓ માટે પ્રેરણાનું સ્રોત બની છે. સામાન્ય ગૃહિણી તરીકે જીવન શરૂ કરનાર કૃષ્ણાબેન આજે ‘લખપતિ દીદી’ બની ગૃહિણી હોવા છતાં ઉદ્યોગસાહસિક તરીકે 10 થી 12 અન્ય મહિલાઓને રોજગાર પૂરો પાડી રહી છે.

કૃષ્ણાબેન વાઘેલાની આ આત્મનિર્ભરતા સફર કાલોલ તાલુકાના નરદીપુર ગામમાંથી શરૂ થઈ હતી. તેમના પરિવારની આર્થિક સ્થિતિ સીમિત હતી, પરંતુ સપનાઓ મોટા હતા. તેમણે હંમેશા ઈચ્છ્યું હતું કે તેઓ પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બને. એ દરમ્યાન તેમને ગુજરાત સરકારની નેશનલ રૂરલ લાઇવલિહૂડ મિશન (NRLM) એટલે કે ‘મિશન મંગલમ’ યોજના વિશે માહિતી મળી.

કૃષ્ણાબેનએ પોતાના ગામની અન્ય મહિલાઓને એકત્ર કરી ‘જય અંબે સખી મંડળ’ બનાવ્યું. શરૂઆતમાં મંડળ નાની બચતથી કામ શરૂ કરતું હતું. ત્યારબાદ સરકાર તરફથી રીવોલ્વિંગ ફંડ અને બેંક લોન મળી. NRLM સાથે જોડાઈ કૃષ્ણાબેનને પાપડ, અથાણાં અને ઘરઉદ્યોગ ઉત્પાદનો બનાવવાની તાલીમ મળી. તાલીમમાં મફત માર્ગદર્શન, ઓછા વ્યાજે લોન અને મેળા-પ્રદર્શનો મારફતે વેચાણ પ્લેટફોર્મ વિશે માહિતી આપવામાં આવી.

આ તાલીમનો લાભ લઈને કૃષ્ણાબેન અને સખી મંડળની બહેનો પાપડ, અથાણાં અને અન્ય ઘરઉદ્યોગ ચીજવસ્તુઓનું પેકેજિંગ અને વેચાણ શરૂ કર્યું. તેમના પરિશ્રમનું પરિણામ મળે છે કે, આવક રૂ. 5 લાખ સુધી પહોંચી. તેઓને ભારત અને ગુજરાત સરકારના સહયોગથી શરૂ કરાયેલા ‘લખપતિ દીદી’ અભિયાન હેઠળ સન્માનિત કરવામાં આવ્યું.

કૃષ્ણાબેન કહે છે, “દરેક મહિલામાં શક્તિ છુપાયેલી છે. ઘરની બહાર આવો અને સરકારની યોજનાઓનો લાભ લો. આજે હું મારી દીકરીના ફી ભરુ છું અને પૈસાની તंगीમાં નથી.” તેમણે જણાવ્યું કે, “આમ અમે સરકારી મેળા અને પ્રદર્શનમાં ભાગ લઇને અમારા ઉત્પાદનોનું વેચાણ કરી એક આગવી ઓળખ બનાવી છે.”

કૃષ્ણાબેન વાઘેલાએ સાબિત કર્યું છે કે હિંમત, અડગ વિશ્વાસ અને સરકારના સહયોગથી ગૃહિણી પણ સફળ ઉદ્યોગસાહસિક બની શકે છે.


  • Related Posts

    કચ્છ મુલાકાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને ગણાવી મનુષ્ય અને પ્રકૃતિ માટે આશીર્વાદ


    Acharya Devvrat કચ્છ જિલ્લાના પ્રવાસે પહોંચ્યા દરમિયાન પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા અનેક કાર્યક્રમોમાં જોડાયા હતા. રાજ્યપાલશ્રીએ ભુજ તાલુકાના કોડકી અને નારાણપર (પસાયતી) ગામની મુલાકાત લઈને પ્રગતિશીલ ખેડૂતોના પ્રાકૃતિક ફાર્મનું નિરીક્ષણ…


    સોમનાથમાં ઇતિહાસ રચાશે: ૧૧ તીર્થોના જળથી મંદિરના શિખર પર પહેલીવાર કુંભાભિષેક


    પ્રથમ જ્યોતિર્લિંગ Somnath Temple ખાતે આયોજિત “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” અંતર્ગત એક ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગ સાકાર થવા જઈ રહ્યો છે. ૧૧મી મેના રોજ સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર ૧૧ પવિત્ર તીર્થોના…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *