મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાઅંતર્ગત દાહોદમાં જિલ્લા સ્તરની બેઠક યોજાઈ


દાહોદ જિલ્લામાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના અસરકારક અમલ અને પ્રગતિની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્તરના સભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન જિલ્લામાં આવેલી ગૌશાળાઓમાં રહેલા પશુઓના પોષણ માટે આપવામાં આવતી સહાય, ચુકવણી પ્રક્રિયા તથા આવનારા સમયગાળાની યોજના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા જિલ્લામાં આવેલી ગૌશાળાઓમાં રહેલા કુલ 12,246 પશુઓ માટે રૂ. 3,04,50ની સહાય RTGS મારફતે તમામ સંસ્થાઓના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. આ રકમ ગૌશાળાઓમાં પશુઓના ચારા-પાણી અને પોષણ માટે ઉપયોગમાં લેવાશે.

આ ઉપરાંત, જુલાઈથી સપ્ટેમ્બર-2028ના સમયગાળા માટે ગૌશાળાઓમાં રહેલા પશુઓના પોષણ માટે કુલ રૂ. 1,6,50ની સહાય મંજૂર કરવામાં આવી હોવાનું પણ બેઠકમાં જણાવાયું હતું. આ સહાય અંતર્ગત દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલી ગૌશાળાઓ અને ટ્રસ્ટોને રકમ ફાળવવામાં આવી છે. જેમાં દાહોદ અનાજ મહાજન ગૌશાળા, શ્રી સૂરભી સેવા ટ્રસ્ટ દાહોદ, શ્રી કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ દેવગઢ બારીયા, શ્રી સત્યનામ ગોવર્ધન ગૌશાળા ટ્રસ્ટ સાલિયા, શ્રી ગોકુલેશ ગૌશાળા ટ્રસ્ટ દેવગઢ બારીયા, શ્રી બાલ ગોપાલ ગૌશાળા ટ્રસ્ટ ઝાલોદ, શ્રી યતિન્દ્ર જયંત જૈન પબ્લિક ગૌશાળા ઝાલોદ, માલધારી ઉત્થાન ટ્રસ્ટ ઝાલોદ, આદર્શ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ફતેપુરા તેમજ બ્રહ્મલીન બાપુ નરસિંહ સેવાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ લીમખેડા સહિતની સંસ્થાઓનો સમાવેશ થાય છે.

બેઠક દરમિયાન અધિકારીઓએ યોજનાના અમલમાં પારદર્શિતા જળવાઈ રહે, ગૌશાળાઓમાં પશુઓની યોગ્ય સંભાળ લેવાય અને સરકારની સહાયનો યોગ્ય ઉપયોગ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે ગૌશાળાઓની સમસ્યાઓ અને સૂચનો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, પશુપાલન વિભાગના ઉપનિર્દેશક ડૉ. કમલેશ ગોસાઈ, ઉપ વન સંરક્ષક શ્રી દાહોદ, ચીફ ઓફિસર શ્રી દેવગઢ બારીયા, ચીફ ઓફિસર શ્રી દાહોદ તેમજ ગૌરક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાને વધુ અસરકારક બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.


  • Related Posts

    કચ્છ મુલાકાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને ગણાવી મનુષ્ય અને પ્રકૃતિ માટે આશીર્વાદ


    Acharya Devvrat કચ્છ જિલ્લાના પ્રવાસે પહોંચ્યા દરમિયાન પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા અનેક કાર્યક્રમોમાં જોડાયા હતા. રાજ્યપાલશ્રીએ ભુજ તાલુકાના કોડકી અને નારાણપર (પસાયતી) ગામની મુલાકાત લઈને પ્રગતિશીલ ખેડૂતોના પ્રાકૃતિક ફાર્મનું નિરીક્ષણ…


    સોમનાથમાં ઇતિહાસ રચાશે: ૧૧ તીર્થોના જળથી મંદિરના શિખર પર પહેલીવાર કુંભાભિષેક


    પ્રથમ જ્યોતિર્લિંગ Somnath Temple ખાતે આયોજિત “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” અંતર્ગત એક ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગ સાકાર થવા જઈ રહ્યો છે. ૧૧મી મેના રોજ સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર ૧૧ પવિત્ર તીર્થોના…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *