સુરત અને તાપી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ ડાંગરના પાકના નુકસાન અંગે આર્થિક સહાય અને રાહત પેકેજ જાહેર કરવા સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા રાજ્ય સરકારને રજુઆત


માહિતી બ્યુરો, તાપી તા. 31

તાજેતરના દિવસોમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતમાં કમોસમી ધોધમાર વરસાદ થયો હતો. જેના પરિણામે બરડોલી લોકસભા મતવિસ્તારના સુરત અને તાપી જિલ્લામાં તૈયાર થયેલા ડાંગર સહિતના પાકો પલળી જવાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે.

આ સંજોગોમાં બરડોલી લોકસભાના સાંસદ સભ્યશ્રી પ્રભુભાઈ વસાવા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી,નાયબ મુખ્યમંત્રીશ્રી તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના મંત્રીશ્રીને પત્ર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને રાહત મળે તે માટે રાજ્ય સરકાર ખાસ આર્થિક સહાય અને રાહત પેકેજ જાહેર કરે તેવી રજુઆત કરવામાં આવી છે.

સાંસદશ્રીએ તેમના પત્રમાં જણાવ્યું છે કે સુરત અને તાપી જિલ્લાના મોટાભાગના આદિવાસી ખેડૂતોની મુખ્ય આજીવિકા ડાંગરના પાક પર આધારિત છે. કમોસમી વરસાદના કારણે આ પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. તેથી કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી અસરગ્રસ્ત ખેડૂતોને થયેલ નુકસાનના આધારે યોગ્ય આર્થિક સહાય પૂરી પાડવાની ભલામણ તેમણે કરી છે.

સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ રાજ્ય સરકારને આ મુદ્દે ઝડપી નિર્ણય લઈ ખેડૂતોને આર્થિક રાહત મળે તે માટે યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે.


  • SANGEETA

    Am a retired principal, social worker, Journalist, state award winner 2015,RTI Activist, Director of karma Education Charitable trust, Editor and owner of Fact of India Times and India Scroll newspaper

    Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *