તાપી જિલ્લામાં વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન –




તાપી નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડે વિવિધ કાર્યક્રમો અંગે પ્રાથમિક બેઠક યોજી
નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આયોજિત રાજ્યવ્યાપી ઉજવણીને અનુલક્ષીને તાપી જિલ્લામાં આગામી તા. ૫ જૂન, ૨૦૨૬થી તા. ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન આયોજિત વિવિધ જનકલ્યાણકારી અને વિકાસલક્ષી કાર્યક્રમોના આયોજન સંદર્ભે નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડના અધ્યક્ષસ્થાને પ્રાથમિક બેઠક યોજાઈ હતી.

બેઠકમાં આગામી દિવસોમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા, આયોજન અને વિભાગો વચ્ચેના સંકલન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ અંતર્ગત વૃક્ષારોપણ અને જતન અભિયાન (એક પેડ મા કે નામ), સ્વચ્છતા અભિયાન, પ્રગતિપથ યાત્રા, સરકારની સિદ્ધિઓની પ્રદર્શની અને પ્રચાર-પ્રસાર કાર્યક્રમો, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, જનકલ્યાણ શિબિરો, પ્રાકૃતિક ખેતી કાર્યશાળાઓ તેમજ વિશ્વ યોગ દિવસની ઉજવણી સહિતના કાર્યક્રમોના સફળ આયોજન માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કામગીરી હાથ ધરવા, કાર્યક્રમોનું અસરકારક આયોજન કરવા તેમજ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તે માટે આયોજનબદ્ધ પ્રયાસો કરવા સૂચના આપી હતી.

બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી સહિત વિવિધ વિભાગના અમલીકણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • SANGEETA

    Am a retired principal, social worker, Journalist, state award winner 2015,RTI Activist, Director of karma Education Charitable trust, Editor and owner of Fact of India Times and India Scroll newspaper

    Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *