VGRC દક્ષિણ ગુજરાતમાં ‘સસ્ટેનેબિલિટી હિલ’ આકર્ષણનું કેન્દ્ર: ફાર્મથી ફેશન સુધીની હરિત સફરનું પ્રદર્શન


વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત અંતર્ગત તા. 5 મે સુધી યોજાયેલા પ્રદર્શન દરમિયાન ‘સસ્ટેનેબિલિટી હિલ’ મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ટેક્સટાઇલ અને ઊર્જા ક્ષેત્રમાં પર્યાવરણલક્ષી અભિગમને પ્રોત્સાહન આપવા માટે ટેક્સટાઇલ એન્ડ એપેરલ ડેવલપમેન્ટ એસોસિએશન (TAADA) દ્વારા આ વિશેષ ઇન્સ્ટોલેશન તૈયાર કરવામાં આવ્યું છે.

આ ઇન્સ્ટોલેશનમાં ‘ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેન’ સુધીની સંપૂર્ણ સફરને સસ્ટેનેબિલિટીના માપદંડો સાથે રજૂ કરવામાં આવી છે. મુલાકાતીઓ અહીં કાચા માલમાંથી તૈયાર થતા કાપડ અને પછી તેના વૈશ્વિક બજારમાં પહોંચવાની પ્રક્રિયા વિશે વિગતવાર જાણકારી મેળવી રહ્યા છે.

ખાસ વાત એ છે કે આ પ્રદર્શનમાં માત્ર પરંપરાગત કપાસ જ નહીં, પરંતુ બામ્બુ (વાંસ), હેમ્પ, ફ્લેક્સ, કોટન ફ્લેક્સ, બનાના ફાઇબર અને હિમાલયન ઘાસ જેવા વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ મટીરીયલમાંથી બનેલા ફેબ્રિક્સ પણ રજૂ કરવામાં આવ્યા છે. આ તમામ મટીરીયલ્સ કુદરતી સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થતા હોવાથી પર્યાવરણ પર ઓછો પ્રભાવ પાડે છે અને ટકાઉ વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

મુલાકાતીઓ આ ‘સસ્ટેનેબિલિટી હિલ’ ખાતે ફાઇબરથી લઈને તૈયાર કપડાં સુધીની સમગ્ર ચેઈનને સમજતા થયા છે. ખાસ કરીને સુરતના કાપડ ઉદ્યોગનું વૈશ્વિક સ્તરે શું મહત્વ છે અને તે કેવી રીતે નવી ટેક્નોલોજી અને સસ્ટેનેબલ પ્રેક્ટિસીસ દ્વારા આગળ વધી રહ્યું છે તે અંગે ઊંડી સમજ મેળવી રહ્યા છે.

TAADAના ચેરમેનશ્રીએ જણાવ્યું હતું કે ઘાસ, વાંસ અને વિવિધ છોડમાંથી બનેલા ફેબ્રિક્સ માત્ર પર્યાવરણને અનુકૂળ જ નથી, પરંતુ ખેડૂતો માટે આવકનો એક નવો અને સસ્ટેનેબલ સ્ત્રોત પણ બની શકે છે. આવી પહેલોથી ખેતી અને ઉદ્યોગ વચ્ચે મજબૂત જોડાણ સર્જાઈ શકે છે.

આ રીતે ‘સસ્ટેનેબિલિટી હિલ’ પ્રદર્શન માત્ર ટેક્સટાઇલ ક્ષેત્રમાં નવી દિશા દર્શાવતું નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ માટે એક મહત્વપૂર્ણ પ્રેરણાસ્ત્રોત પણ બની રહ્યું છે.


  • Related Posts

    જૂનાગઢમાં યોગ ટ્રેનર્સ માટે ત્રિ-દિવસીય રિફ્રેશર શિબિર સફળતાપૂર્વક પૂર્ણ, 250 ટ્રેનર્સે મેળવી આધ્યાત્મિક અને પ્રાયોગિક તાલીમ


    ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં યોગ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલરૂપે ત્રિ-દિવસીય “યોગ ટ્રેનર્સ રિફ્રેશર પ્રશિક્ષણ શિબિર”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તા. 30 એપ્રિલથી 2 મે 2026…


    સુરત વાઇબ્રન્ટ એક્ઝિબિશનમાં વડોદરાના સ્ટોન આર્ટને જબરદસ્ત પ્રતિસાદ, કોર્પોરેટ ગિફ્ટિંગ માટે મોટા ઓર્ડર


    સુરત ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટના એક્ઝિબિશનમાં વડોદરાના યુવા કલાકાર અમિત પારેખ અને તેમની ટીમ દ્વારા રજૂ કરાયેલ અનોખું સ્ટોન આર્ટ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણ બની રહ્યું છે. હેન્ડમેડ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *