મહાશિવરાત્રીનો મીનીકુંભ મેળો સફળ બનતા અધિકારી-કર્મચારીઓનું સન્માન, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ આપ્યા પ્રશંસાપત્ર


મહાશિવરાત્રીના પાવન પર્વે આયોજિત મીનીકુંભ સમાન ભવ્ય મેળો સફળતાપૂર્વક પૂર્ણ થતા તેને સફળ બનાવવા માટે મહેનત કરનાર અધિકારી અને કર્મચારીઓનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ મેળાને સફળ બનાવવા માટે રાત-દિવસ પરિશ્રમ કરનાર વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશંસાપત્ર એનાયત કરી તેમનું બહુમાન કર્યું હતું.

આ પ્રસંગે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની પહેલથી મોટા પાયે આયોજિત મહાશિવરાત્રીના મેળામાં વહીવટી તંત્રના તમામ અધિકારી-કર્મચારીઓએ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. ટીમવર્ક, સંકલન અને જવાબદારીપૂર્ણ કાર્યશૈલીના કારણે મેળાનું આયોજન સફળ બન્યું છે. અધિકારીઓએ વ્યક્તિગત અહમને બાજુએ રાખીને એક ટીમ તરીકે કાર્ય કર્યું હોવાથી મેળાને નવી ઊંચાઈ મળી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રભારી મંત્રી અને સહ-પ્રભારી મંત્રી તરફથી મેળાના આયોજન માટે પૂરતો સહકાર મળ્યો હતો. ભાવિકોને સુવિધા મળે તેવા નિર્ણયો લેવા માટે પણ વહીવટી તંત્રને પૂરતી સ્વતંત્રતા આપવામાં આવી હતી. સાથે જ મેળા માટે જરૂરી તમામ મંજૂરીઓ પણ ઝડપથી મળી જતા આયોજન સરળ બન્યું હતું.

જિલ્લા કલેક્ટરે ખાસ કરીને સફાઈકર્મીઓના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે મેળા દરમિયાન લાખો ભાવિકોની અવરજવર વચ્ચે સફાઈ જાળવવી ખૂબ પડકારજનક કામગીરી હોય છે, તેમ છતાં સફાઈકર્મીઓએ સતત મહેનત કરીને મેળાને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

તેમણે ઉમેર્યું કે મહાશિવરાત્રીના મેળા માટે વહીવટી તંત્ર દ્વારા સુચિત માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું અને અધિકારીઓ-કર્મચારીઓએ તેને સફળતાપૂર્વક અમલમાં મૂક્યું હતું. નવી વ્યવસ્થાઓ સાથે આયોજિત આ મેળાને અભૂતપૂર્વ સફળતા મળી હતી અને અપેક્ષા કરતાં પણ વધુ સંખ્યામાં ભાવિકો મેળામાં ઉમટી પડ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન પ્રાંત અધિકારી અને મેળા અધિકારી ચરણસિંહ ગોહિલે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર બી.એસ. બારડ, આસિસ્ટન્ટ કલેક્ટર વંદના મીણા તથા પ્રતીક જૈન સહિત વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે મેળાને સફળ બનાવવા માટે સૌના યોગદાનની નોંધ લઈને સન્માનિત અધિકારી-કર્મચારીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *