Government Science College, Veraval ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પ: ૧૨ પ્રતિષ્ઠિત કંપનીઓએ વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યુ લીધા


વેરાવળ સ્થિત ગવર્મેન્ટ સાયન્સ કોલેજ ખાતે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને રોજગારની સુવર્ણ તક મળે તે હેતુસર મેગા પ્લેસમેન્ટ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સ્મિતા બી. છાઘના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ તરત જ રોજગાર પ્રાપ્ત થાય તેવા અવસર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા.

આ મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં બેંકિંગ, ઇન્સ્યોરન્સ, કેમિકલ તથા ઓટોમોબાઇલ જેવા વિવિધ ક્ષેત્રોની કુલ ૧૨ પ્રતિષ્ઠિત કંપનીઓએ ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન કંપનીઓ દ્વારા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા અને તેમની લાયકાત, ટેકનિકલ કુશળતા તેમજ કોમ્યુનિકેશન સ્કિલ્સનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. વિવિધ કંપનીઓ દ્વારા કુલ ત્રણ રાઉન્ડમાં ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક પોતાના કૌશલ્ય અને પ્રતિભા રજૂ કરી. કેમ્પ પહેલાં કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને રિઝ્યુમે તૈયાર કરવાની પદ્ધતિ, ઇન્ટરવ્યુ સ્કિલ્સ અને પ્રોફેશનલ એટિટ્યુડ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેના કારણે વિદ્યાર્થીઓ સજ્જ થઈ ઇન્ટરવ્યુમાં હાજર રહ્યા.

કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું કે આવી પ્લેસમેન્ટ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને ઉદ્યોગજગત સાથે સીધો સંપર્ક સાધવાનો અવસર મળે છે અને તેમની કારકિર્દી માટે મજબૂત પાયો તૈયાર થાય છે. ઉચ્ચ શિક્ષણ સાથે રોજગાર જોડવાની દિશામાં કોલેજ સતત પ્રયત્નશીલ છે.

મેગા પ્લેસમેન્ટ કેમ્પ વિદ્યાર્થીઓ માટે માત્ર નોકરી મેળવવાની તક નહીં પરંતુ વ્યાવસાયિક દુનિયા વિશે પ્રાથમિક સમજ મેળવવાનો પણ સારો પ્લેટફોર્મ સાબિત થયો. વિદ્યાર્થીઓએ આ આયોજન બદલ કોલેજ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રકારના કેમ્પો દ્વારા સ્થાનિક સ્તરે રોજગારની તકો વધે છે અને યુવાનોને પોતાના જ જિલ્લામાં સારો કરિયર બનાવવાની તક મળે છે. ભવિષ્યમાં પણ ગવર્મેન્ટ સાયન્સ કોલેજ, વેરાવળ દ્વારા આવા પ્લેસમેન્ટ કેમ્પો યોજાઈ વિદ્યાર્થીઓને વધુને વધુ રોજગાર તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે.


  • Related Posts

    ETAP Portable + Serial Key Windows 10 (x86-x64) no Virus 2026



    CyberLink PowerDVD Ultra Full-Activated [no Virus] (x64) Final Unlimited



    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *