કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં પ્રિમોન્સૂન આયોજન અને હીટવેવ તૈયારી બેઠક યોજાઈ


જિલ્લામાં આવનારા ચોમાસા પૂર્વે જરૂરી તૈયારીઓ સુનિશ્ચિત કરવા તથા ગરમીની તીવ્ર લહેર (હીટવેવ) દરમિયાન જનહિતમાં યોગ્ય પગલાં લેવામાં આવે તે માટે કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં તમામ વિભાગોના ડિઝાસ્ટર નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા અને પ્રિમોન્સૂન કામગીરી તેમજ હીટવેવ માટેની તૈયારી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કલેક્ટરશ્રીએ બેઠક દરમિયાન ખાસ ભાર મુક્યો હતો કે “ઝીરો કેઝ્યુલ્ટી”ના મંત્ર સાથે દરેક વિભાગે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત નાળા-ડ્રેનેજ સફાઈ, નદી-ચેકડેમોની સ્થિતિ, રોડ-રસ્તાની મરામત, વૃક્ષોનું જોખમી છાંટકામ તથા વીજળી વ્યવસ્થાની ચકાસણી જેવી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.

હીટવેવને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગને તાત્કાલિક સારવાર માટે પૂરતી વ્યવસ્થા રાખવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા હોસ્પિટલોમાં ઓ.આર.એસ., ઠંડુ પાણી અને જરૂરી દવાઓ ઉપલબ્ધ રાખવા જણાવ્યું હતું. ઉપરાંત, લોકોને ગરમીથી બચવા માટે જાગૃતિ ફેલાવવાની સાથે કામદારો માટે બપોરના સમયે આરામની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.

બેઠકમાં વિવિધ વિભાગોએ પોતાની કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા અને કલેક્ટરશ્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ટાળવા માટે આગોતરા આયોજન પર ભાર મુકાયો હતો. સાથે સાથે તાત્કાલિક પ્રતિસાદ માટે કંટ્રોલ રૂમ સક્રિય રાખવા પણ સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ વિભાગના પ્રતિનિધિઓ, આરોગ્ય, રોડ-મકાન, નગરપાલિકા તથા અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવતી આ આગોતરી તૈયારીથી ચોમાસા દરમિયાન શક્ય આપત્તિઓને પહોંચી વળવામાં સહાય મળશે તેમજ હીટવેવ દરમિયાન જનજીવન સુરક્ષિત રાખવામાં મદદરૂપ બનશે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *