દાહોદ કલેક્ટર કચેરી ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ, SIR કામગીરીની વિસ્તૃત સમીક્ષા


ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તથા રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) કામગીરી અંગે દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ વીડિયો કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા રાજ્યભરના જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે સીધી ચર્ચા કરીને SIR અંતર્ગત ચાલી રહેલા કાર્યની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન આગામી સમયમાં જાહેર થનાર SIRની ડ્રાફ્ટ મતદાર યાદી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે બાકી રહેલા મતદારોની યાદી તૈયાર કરવી, મેપિંગ ન થઈ શકેલા મતદારોની અરજીઓ સમયમર્યાદામાં નિકાલ કરવો તેમજ તમામ રજૂઆતોનો યોગ્ય અને પારદર્શક રીતે ઉકેલ લાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી. રાજકીય પક્ષો સાથે નિયમિત બેઠક યોજી તેમની રજૂઆતો સાંભળવા અને ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ વધારવા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, મતદાર યાદીની શુદ્ધતા અને પારદર્શકતા ચૂંટણી પ્રક્રિયાનો આધારસ્તંભ છે. આ માટે SIR અંતર્ગત થતી દરેક કામગીરી સમયબદ્ધ અને નિયમસર પૂર્ણ થવી જરૂરી છે. સાથે જ સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ખોટી માહિતી અટકાવવા તથા સાચા તથ્યો જાહેર કરીને નાગરિકોમાં જાગૃતિ લાવવા અંગે પણ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.

આ બેઠક દરમિયાન આગામી સમયગાળામાં હાથ ધરવાનાં કાર્યો અંગે પૂર્વ આયોજન (પ્રી-પ્લાનિંગ) પર પણ ચર્ચા કરવામાં આવી હતી, જેથી ડ્રાફ્ટ યાદી જાહેર થયા બાદ કોઈ અડચણ ન આવે અને મતદારોને યોગ્ય માર્ગદર્શન મળી રહે.

દાહોદ જિલ્લામાં યોજાયેલી આ વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે, ઉપ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ઝાલોડ, પ્રાંતિ અધિકારી શ્રી દેવગઢ બારિયા, પ્રાંતિ અધિકારી શ્રી લીમખેડા, જિલ્લા પંચાયત દાહોદના નાયબ DDO, જિલ્લા પુરવઠા અધિકારી (DSO) સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકથી દાહોદ જિલ્લામાં SIR કામગીરીને વધુ સુવ્યવસ્થિત, પારદર્શક અને અસરકારક બનાવવા માટે સ્પષ્ટ માર્ગદર્શન મળ્યું છે, જેના પરિણામે મતદાર યાદીની ગુણવત્તા સુધરી અને ચૂંટણી પ્રક્રિયામાં લોકવિશ્વાસ વધુ મજબૂત બનશે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *