
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના માંડોદરા પ્રાથમિક શાળામાં વહિવટી તંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સીધો ગ્રામજનો સુધી પહોંચાડવાનો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી અને વિવિધ સેવાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો.
સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વિકાસ શાખા દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા), સ્વચ્છ ભારત મિશન (SBMG), પ્રધાનમંત્રી આવાસ યોજના (PMYJ), નેશનલ રુરલ લિવલિહૂડ મિશન (NRLM) અને BPL દાખલા જેવી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે લાભાર્થીઓને આ યોજનાઓનો સીધો લાભ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો, જેનાથી ગ્રામજનોમાં સરકાર પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો.
તાલુકા પંચાયત માણાવદર દ્વારા જાતિ પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર, નોન-ક્રિમિલિયર સર્ટિફિકેટ અને EWS પ્રમાણપત્ર જેવી મહત્વપૂર્ણ દસ્તાવેજી સેવાઓ સ્થળ પર જ પૂરી પાડવામાં આવી. આ સુવિધાથી લોકોને સરકારી કચેરીઓના ચક્કર લગાવવાની જરૂરિયાત ઘટી અને સમયની બચત થઈ.
આ ઉપરાંત, આંબલીયા સબસેન્ટર આરોગ્ય ટીમ દ્વારા વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં NCD (નૉન-કમ્યુનિકેબલ ડિઝીઝ), OPD સેવા, ABHA હેલ્થ કાર્ડ તથા PMJAY યોજના અંગે માર્ગદર્શન અને સારવાર પૂરી પાડવામાં આવી. આ આરોગ્ય સેવાઓથી ગ્રામજનોમાં આરોગ્ય જાગૃતિ વધતી જોવા મળી.
કાર્યક્રમ દરમિયાન માણાવદરના મામલતદાર Shukla ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું કે આવા કાર્યક્રમોનો ઉદ્દેશ અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાનો છે.
આ સેવા સેતુ કાર્યક્રમ ગામડાઓમાં સુવિધાઓને વધુ સગવડભરી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે અને “સર્વે જન સુખિનોભવંતુ”ના મંત્રને સાકાર કરવામાં સહાયક બની રહ્યો છે.





