ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોને લઈ રાજ્ય સરકાર સક્રિય: ઉપમુખમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્થિતિની સમીક્ષા કરી, 22 નિષ્ણાત ડોક્ટરોની ટીમ તૈનાત


ગાંધીનગર જિલ્લામાં નોંધાયેલા ટાઇફોઇડના કેસોને પગલે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે સક્રિય બની છે. ઉપમુખમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓની માહિતી મેળવી હતી તેમજ દર્દીઓ ક્યાં વિસ્તારથી આવ્યા છે અને તેમની દૂરી કેટલી છે તે અંગે વિગતવાર માહિતી મંગાવી હતી. ઉપમુખમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે દરેક દર્દીને સમયસર અને ઉત્તમ સારવાર મળી રહે તે માટે કોઈ પણ પ્રકારની કમી રહેવી જોઈએ નહીં.

ટાઇફોઇડની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉપમુખમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજી સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠક દરમિયાન આરોગ્ય વિભાગ, નગરપાલિકા, પાણી પુરવઠા વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોને સંકલિત રીતે કામ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે, જેથી મેદાન પરની કામગીરી ઝડપથી અને અસરકારક રીતે અમલમાં આવી શકે.

દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા 22 નિષ્ણાત ડોક્ટરોની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ટીમ દ્વારા દર્દીઓની સતત મોનિટરિંગ કરવામાં આવી રહી છે તેમજ જરૂરી તમામ તપાસ અને સારવાર સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. ઉપમુખમંત્રીએ હોસ્પિટલ વહીવટને આદેશ આપ્યો છે કે દર્દીઓના સગા-સંબંધીઓને પણ કોઈ અસુવિધા ન થાય તે માટે ભોજન સહિતની તમામ મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.

આ સમગ્ર ઘટનાને લઈ ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ પણ સતત પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. ઉપમુખમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે શ્રી અમિતભાઈ શાહ સાંજના સમયે ફરીથી સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરશે અને જરૂર જણાય તો વધુ પગલાં લેવામાં આવશે.

રાજ્ય સરકારનું સ્પષ્ટ માનવું છે કે જાહેર આરોગ્યની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ટાઇફોઇડના કેસોને નિયંત્રણમાં લેવા માટે સારવાર સાથે-साथ પાણી પુરવઠા, સ્વચ્છતા અને જનજાગૃતિ અંગે પણ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ઊભી ન થાય.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *