દાહોદ જિલ્લામાં કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક: નલ સે જલ યોજના, બોર્ડ પરીક્ષા અને કૃષિ યોજનાઓની સમીક્ષા


દાહોદ જિલ્લાના સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ વિકાસ યોજનાઓ અને આવનારી બોર્ડ પરીક્ષાની તૈયારીઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

‘જળસંચય-જનભાગીદારી યોજના’ અંતર્ગત જિલ્લામાં બનાવવામાં આવેલા જળસંગ્રહ સ્ટ્રક્ચરો અને હાલ ચાલી રહેલા કામોની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી. કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને ૦૧ મે, ૨૦૨૬ સુધી બાકી રહેલા કામો પૂર્ણ કરવાની કડક સૂચના આપી. નલ સે જલ યોજના હેઠળ કેટલાક ગામોમાં અધૂરી કામગીરી છોડી જનાર એજન્સીઓ પાસેથી તાત્કાલિક કામ પૂર્ણ કરાવવા અથવા જરૂરી હોય ત્યાં કાનૂની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું.

પીએમ-ડીડીકેવાય યોજના અને રાષ્ટ્રીય ખાદ્ય તેલ મિશન અંતર્ગત જિલ્લાના ખેડુતોમાં સોયાબિન, ચણા, તુવર અને અડદના વાવેતરમાં વધારો થાય તે માટે કૃષિ વિભાગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. નેશનલ મિશન ઓફ નેચરલ ફાર્મિંગ હેઠળ વધુને વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે માટે જીવામૃત સહાય, ખેડૂત માસ્ટર ટ્રેનર્સ અને કૃષિ સખી બહેનોની નિમણૂંક અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલુકા સ્તરે પ્રાકૃતિક પેદાશોના વેચાણ માટે સ્ટ્રક્ચર ઉભું કરવા પ્રાંત અધિકારીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસરોને જમીન ફાળવી ત્વરિત કામગીરી કરવા સૂચના અપાઈ.

આવનારી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખી કલેક્ટરશ્રીએ પરીક્ષા કેન્દ્રો પર ફાળવેલ ઓબ્ઝર્વરોને સમગ્ર સમયગાળા દરમિયાન શાળામાં હાજર રહેવા જણાવ્યું. ઝેરોક્સ મશીનો બંધ રાખવા, બિનઉપયોગી રૂમ સીલ કરવા, વિદ્યાર્થીઓ માટે બસ વ્યવસ્થા, અવિરત વીજ પુરવઠો અને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવા પણ સૂચના આપવામાં આવી.

જિલ્લામાં રાશન વિતરણ સમયસર થાય તેની ખાતરી કરવા તેમજ અનુસૂચિત જાતિ-જનજાતિ, એટ્રોસિટી, મહિલા અને બાળ વિકાસ અને જિલ્લા ટાસ્કફોર્સની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદાર શ્રી દેવેન્દ્રસિંહ મીણા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે. એમ. રાવલ, ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.


  • Related Posts

    ETAP Portable + Serial Key Windows 10 (x86-x64) no Virus 2026



    CyberLink PowerDVD Ultra Full-Activated [no Virus] (x64) Final Unlimited



    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *