
છોટાઉદેપુર જિલ્લામાં મિશન મંગલમ (NRLM) યોજના હેઠળ વિવિધ તાલુકાઓમાં કેશ ક્રેડિટ કેમ્પનું સફળ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ સ્વસહાય જૂથો (સખી મંડળો)ને આર્થિક રીતે સશક્ત બનાવવાનો અને તેમને સ્વરોજગાર તથા આત્મનિર્ભરતાની દિશામાં આગળ ધપાવવાનો હતો. કેમ્પ દ્વારા મહિલાઓને આર્થિક સક્ષમતા પ્રાપ્ત થાય તે માટે મહત્વપૂર્ણ સહાય પૂરી પાડવામાં આવી હતી.
આ કેશ ક્રેડિટ કેમ્પ દરમિયાન સમગ્ર જિલ્લામાં ૩ સખી મંડળોને કુલ ₹૨.૫ કરોડથી વધુની લોન મંજૂર કરવામાં આવી હતી. વિવિધ તાલુકાઓમાં અલગ અલગ સખી મંડળોને લોન સહાય આપવામાં આવી, જેના કારણે મહિલાઓને પોતાનું વ્યવસાયિક સ્વપ્ન સાકાર કરવાની તક મળી છે.
છોટાઉદેપુર તાલુકામાં કુલ ૪ સખી મંડળોને પ્રતિ મંડળ ₹૧.૫ લાખ મુજબ કુલ ₹૬ લાખની નાણાકીય સહાય મંજૂર કરવામાં આવી હતી. બોડેલી તાલુકામાં ૨૫ સખી મંડળોને કુલ ₹૬ લાખની લોન મંજૂર કરવામાં આવી, જે મહિલાઓના નાના ઉદ્યોગો અને આવકવર્ધક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે.
ક્વાંટ તાલુકામાં ૩ સખી મંડળોને કુલ ₹૧ લાખની આર્થિક સહાય આપવામાં આવી હતી. જ્યારે જેટપુર પાવી તાલુકામાં બેંક ઓફ બરોડા દ્વારા ૪ સખી મંડળોને કુલ ₹૨૫ લાખની મહત્વપૂર્ણ સહાય પૂરી પાડવામાં આવી હતી. આ સહાયથી મહિલાઓ ખેતી આધારિત પ્રવૃત્તિઓ, પશુપાલન, લઘુ ઉદ્યોગ અને સ્વરોજગાર ક્ષેત્રે આગળ વધી શકશે.
આ સમગ્ર જિલ્લામાં કુલ ૪ સખી મંડળોને ₹૨,૧૫,૧૦,૦૦૦/- (બે કરોડ પંદર લાખ દસ હજાર રૂપિયા)થી વધુની લોન ચૂકવીને તેમને સ્વરોજગાર અને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
મિશન મંગલમ (NRLM) અંતર્ગત યોજાયેલા આ કેશ ક્રેડિટ કેમ્પથી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ આર્થિક સ્વાવલંબન તરફ મજબૂત પગલાં ભરી રહી છે. જિલ્લાની મહિલાઓને વિકાસની મુખ્ય ધારા સાથે જોડવાનું આ અભિયાન મહત્વપૂર્ણ સાબિત થયું છે. 🌸💼





