છોટાઉદેપુરમાં સાંસદશ્રી જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં GTDC અને માનવ વિકાસ ફાઉન્ડેશન દ્વારા એક દિવસીય સેમિનાર, લાભાર્થીઓને ચેક અને સરતી હુકમ એનાયત


ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન (GTDC) અને માનવ વિકાસ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર ખાતે આવેલ ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવનમાં એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સાંસદશ્રી જશુભાઈ રાઠવાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ આદિજાતિ સમાજના કારીગરો, નાના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોને વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી આપી તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનો હતો.સેમિનારને સંબોધતાં સાંસદશ્રી જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ યોજનાઓનો યોગ્ય લાભ લઈને આદિજાતિ યુવાઓ અને મહિલાઓ આત્મનિર્ભર બની શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે સરકારની સહાયથી રોજગારીની નવી તકો ઊભી કરી શકાય છે અને સમાજને વિકાસની મુખ્ય ધારા સાથે જોડવામાં આવી શકે છે.આ સેમિનારમાં GTDCના કાર્યપાલક નિયામકશ્રી શ્રી સી.બી. બલાત (IAS) દ્વારા કોર્પોરેશનની વિવિધ યોજનાઓ, લોન તથા સહાય મેળવવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત GTDCના સ્ટાફ શ્રી સન્ની પટેલ દ્વારા પ્રેઝન્ટેશન મારફતે જીટીડીસીની વિવિધ લોન યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જેનાથી ઉપસ્થિત નાગરિકોને યોજનાઓ સમજવામાં સહાય મળી હતી.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આદિજાતિ વિકાસની વિવિધ યોજનાઓ અંતર્ગત પસંદગી પામેલા લાભાર્થીઓને ચેક તથા સરતી હુકમ (Sanction Order) એનાયત કરવામાં આવ્યા હતા. લાભાર્થીઓમાં આ સહાયથી આત્મવિશ્વાસ અને પ્રેરણાનો અનુભવ થયો હતો.આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત રાજ્યના આદિજાતિ કારીગરો અને ઉદ્યોગ સાહસિકોને નાણાકીય સહાય, રોજગારીની તકો અને વ્યવસાયિક વિકાસ અંગે માર્ગદર્શન આપવાનો હતો. સાથે જ GTDC તથા NSTFDC, ન્યૂ દિલ્હી દ્વારા અમલમાં આવેલી લોન અને સહાય યોજનાઓ અંગે જનજાગૃતિ ફેલાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ અવસરે આદિજાતિ વિકાસ મદદનીશ કમિશનરશ્રી એ.એસ. ખવડ, મદદનીશ કમિશનર શિક્ષણ પી.ઓ. શાહ, આદિજાતિ વિકાસ અધિકારી જી.ટી. પટેલ, ટીડીઓ સાગર કળસરિયા સહિત અન્ય અધિકારીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


  • Related Posts

    વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ખેડા જિલ્લામાં ૧૦૦ દિવસનું ટીબી મુક્ત અભિયાન શરૂ, ૭૮ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર


    તા. ૨૪ માર્ચના World Tuberculosis Day નિમિત્તે Kheda district માં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ Nadiad સ્થિત જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર Amit Prakash Yadav ની ઉપસ્થિતિમાં ટીબી…


    ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી: ચકલી સંરક્ષણ માટે જાગૃતિ અભિયાન


    Dharampur સ્થિત Valsad District Science Centre ખાતે વિશ્વ ચકલી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચકલી સંરક્ષણ અંગે…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *