છારી-ઢંઢને વૈશ્વિક રામસર સાઇટનો દરજ્જો: ગુજરાત માટે ગૌરવની ક્ષણ


ગુજરાત રાજ્ય માટે ગૌરવની ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે કચ્છ જિલ્લાના પ્રસિદ્ધ ‘છારી-ઢંઢ પક્ષી અભયારણ્ય’ને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા રામસર વેટલેન્ડ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું. આ મહત્વપૂર્ણ સિદ્ધિના પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ રામસર સાઇટના દરજ્જાનું પ્રમાણપત્ર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અર્પણ કર્યું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ મંત્રીશ્રી સહિત વન વિભાગની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા અને આ સિદ્ધિને રાજ્ય માટે ગૌરવપૂર્ણ ગણાવી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, છારી-ઢંઢને રામસર સાઇટનો દરજ્જો મળવો એ માત્ર કચ્છ માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. આ સિદ્ધિ રાજ્ય સરકારની પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યના સંવર્ધન અને વેટલેન્ડ્સના ટકાઉ વિકાસ માટેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે ઉમેર્યું કે, આ દરજ્જાથી સ્થાનિક પર્યાવરણનું સંરક્ષણ વધુ મજબૂત બનશે તેમજ ઇકો-ટુરિઝમને પણ નવી દિશા મળશે.

છારી-ઢંઢ પક્ષી અભયારણ્ય તેની અનન્ય ભૌગોલિક રચના અને સમૃદ્ધ જૈવ વૈવિધ્ય માટે જાણીતું છે. અહીં વિવિધ દેશાંતરી અને સ્થાનિક પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે, જેમાં ફ્લેમિંગો, પેલિકન, હેરોન સહિત અનેક દુર્લભ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. આ વેટલેન્ડ પક્ષીઓના પ્રજનન, વસવાટ અને આહાર માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

નોંધનીય છે કે, છારી-ઢંઢના સમાવેશ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે વધીને પાંચ થઈ ગઈ છે. અગાઉ નળ સરોવર, થોળ સરોવર, ખીજડીયા વેટલેન્ડ અને વઢવાણા વેટલેન્ડને રામસર સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. સતત વધી રહેલી આ સંખ્યા દર્શાવે છે કે ગુજરાત પર્યાવરણ સંરક્ષણ અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કરવા મામલે અગ્રેસર છે.

આ અવસરે વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, રામસર સાઇટનો દરજ્જો મળવાથી છારી-ઢંઢના સંરક્ષણ, વૈજ્ઞાનિક અભ્યાસ અને સ્થાનિક સમુદાયના વિકાસ માટે વધુ તકો ઊભી થશે. રાજ્ય સરકારના પ્રયાસોથી ગુજરાત પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.


  • Related Posts

    Hogwarts Legacy Cracked Keys Skidrow Crack PC



    Ghost of Yotei for PC Cracked Keys ElAmigos Release Save Fix for Desktop



    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *