Baroda Self Employment Development Institute, છોટાઉદેપુર ખાતે ‘Junior Beauty Practitioner’ તાલીમ શિબિર સફળતાપૂર્વક યોજાઈ


છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામિણ બહેનોને આત્મનિર્ભર બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું તરીકે બારોડા સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (RSETI), છોટાઉદેપુર ખાતે ‘Junior Beauty Practitioner’ તાલીમ શિબિર સફળતાપૂર્વક યોજાઈ હતી. આ તાલીમ શિબિર Ministry of Rural Development, રાજ્ય સરકાર અને Bank of Barodaના પ્રાયોજનથી આયોજિત કરવામાં આવી હતી.

તા. 25/12/2019 થી 10/04/2019 દરમિયાન યોજાયેલી 7 દિવસીય તાલીમનો મુખ્ય હેતુ ગ્રામિણ વિસ્તારોની બહેનોને વ્યવસાયિક કુશળતા આપીને તેમને આર્થિક રીતે સ્વાવલંબન બનાવવાનો હતો. તાલીમ દરમિયાન બહેનોને મેનિક્યોર, પેડિક્યોર, નેઇલ આર્ટ, હેર અને બોડી મસાજ, હાઇડ્રા ફેશિયલ તેમજ બ્રાઇડલ મેકઅપ જેવી આધુનિક બ્યુટી ટ્રીટમેન્ટ અંગે પ્રાયોગિક (Practical) અને સૈદ્ધાંતિક (Theoretical) માર્ગદર્શન આપવામાં આવ્યું.

સંસ્થાના નાણાકીય સાક્ષરતા સલાહકાર શ્રી મુકેશભાઈ પરમારે તાલીમાર્થી બહેનોને બેંકિંગ સેવાઓ અંગે વિગતવાર માહિતી આપી. જેમાં સેવિંગ એકાઉન્ટ, રિકરિંગ ડિપોઝિટ, ફિક્સ ડિપોઝિટ તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY), અટલ પેન્શન યોજના (APY), સુકન્યા સમૃદ્ધિ યોજના અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અંગે સમજ આપવામાં આવી.

સંસ્થાના ડિરેક્ટર શ્રી રાહુલ આર. જોશીએ ખાસ પ્રેરણાત્મક સત્ર યોજી આત્મવિશ્વાસ, લક્ષ્ય નિર્ધારણ અને સ્વરોજગારના અવસરો અંગે માર્ગદર્શન આપ્યું. ટીમવર્ક અને ઝડપી નિર્ણય શક્તિ વિકસે તે માટે વિવિધ પ્રેરણાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ. ઉદ્યમિતા વિષયક સત્રમાં ફેકલ્ટી કિરણભાઈએ વ્યવસાય શરૂ કરવાની પ્રક્રિયા, માર્કેટિંગ રણનીતિ, જોખમ વ્યવસ્થાપન અને સફળ ઉદ્યોગપતિના ગુણો વિશે વિસ્તૃત માહિતી આપી.

તા. 23/02/2019ના રોજ તાલીમ પૂર્ણ થયા બાદ તમામ બહેનોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. તાલીમ મેળવ્યા પછી અનેક બહેનો પોતાના ગામમાં બ્યુટી પાર્લર શરૂ કરી સ્વરોજગાર તરફ આગળ વધી રહી છે. આ તાલીમ શિબિરે ગ્રામિણ બહેનોને આત્મનિર્ભરતા અને સન્માનપૂર્ણ જીવન જીવવા નવી દિશા આપી છે.


  • Related Posts

    વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ખેડા જિલ્લામાં ૧૦૦ દિવસનું ટીબી મુક્ત અભિયાન શરૂ, ૭૮ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર


    તા. ૨૪ માર્ચના World Tuberculosis Day નિમિત્તે Kheda district માં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ Nadiad સ્થિત જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર Amit Prakash Yadav ની ઉપસ્થિતિમાં ટીબી…


    ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી: ચકલી સંરક્ષણ માટે જાગૃતિ અભિયાન


    Dharampur સ્થિત Valsad District Science Centre ખાતે વિશ્વ ચકલી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચકલી સંરક્ષણ અંગે…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *