અંજાર તાલુકા આયોજન સમિતિ બેઠકમાં રૂ. ૧૩૦.૬૫ લાખના કામોને મંજૂરી: રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ટ્રેક્ટર અને જેટીંગ મશીનનું લોકાર્પણ


માહિતી બ્યુરો, ભુજ: કચ્છ જિલ્લાના અંજાર તાલુકા પંચાયત ખાતે ટેક્નિકલ અને ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રીત જિલ્લા આયોજન અંતર્ગત વિવિધ ગ્રાન્ટના કામોની સમીક્ષા અને મંજૂરી માટે અંજાર તાલુકા આયોજન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલુકા આયોજન સમિતિના અધ્યક્ષ તથા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શોભનાબા જાડેજાની ઉપસ્થિતિ રહી હતી.

બેઠકની શરૂઆત ગત બેઠકની કાર્યવાહી નોંધના વાંચન અને બહાલીથી કરવામાં આવી. ત્યારબાદ વર્ષ ૨૦૨૬-૨૦૨૭ માટેના વિવિધ વિકાસકાર્યોની દરખાસ્તો સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી. મળવાપાત્ર જનરલ ગ્રાન્ટના રૂ. ૧૦૭.૫૦ લાખમાંથી સી.સી. રોડ, પેવર બ્લોક અને અન્ય જરૂરી વિકાસ કાર્યો માટે ફાળવણી કરાઈ. અંગભૂત ગ્રાન્ટના રૂ. ૧૫ લાખમાંથી પણ સી.સી. રોડ અને પેવર બ્લોક સહિતના કાર્યો હાથ ધરવા મંજૂરી આપવામાં આવી. ઉપરાંત ૫ ટકા પ્રોત્સાહક ગ્રાન્ટના રૂ. ૩.૧૫ લાખ અને ખાસ પ્લાન (બક્ષીપંચ) અંતર્ગત રૂ. ૫ લાખ સહિત કુલ રૂ. ૧૩૦.૬૫ લાખના આયોજન કાર્યોને સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી.

રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ વિકાસકાર્યો સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય તે માટે તંત્રને માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે ગ્રામ વિકાસ અને મૂળભૂત સુવિધાઓનો વિસ્તરણ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે અને વિકેન્દ્રીત જિલ્લા આયોજન દ્વારા તાલુકા સ્તરે વિકાસને ગતિ આપવામાં આવી રહી છે.

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીના હસ્તે વીરા અને ખેડોઇ ગામ માટે રૂ. ૧૬ લાખના ખર્ચે બે ટ્રેક્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે જ સમસ્ત અંજાર તાલુકા માટે રૂ. ૧૭ લાખના ખર્ચે જેટીંગ મશીનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું, જેનાથી સ્વચ્છતા અને જાહેર સુવિધાઓમાં સુધારો થશે.

બેઠકમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી ભૂરાભાઈ ડાંગર, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી મંજુલાબેન ડાંગર, શ્રીમતી લખીબેન ડાંગર, શ્રી મશરૂભાઈ રબારી, શ્રી મ્યાઝરભાઈ છાંગા, તાલુકા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રીમતી રાણીબેન થારૂ તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવેશ પટેલ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Related Posts

    વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ખેડા જિલ્લામાં ૧૦૦ દિવસનું ટીબી મુક્ત અભિયાન શરૂ, ૭૮ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર


    તા. ૨૪ માર્ચના World Tuberculosis Day નિમિત્તે Kheda district માં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ Nadiad સ્થિત જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર Amit Prakash Yadav ની ઉપસ્થિતિમાં ટીબી…


    ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી: ચકલી સંરક્ષણ માટે જાગૃતિ અભિયાન


    Dharampur સ્થિત Valsad District Science Centre ખાતે વિશ્વ ચકલી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચકલી સંરક્ષણ અંગે…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *