અડાજણમાં ‘ગરવી ગુર્જરી’ મેળામાં સુવાસિની સ્વસહાય જૂથની બહેનોના નીમ લાકડાના રમકડાં અને હેન્ડીક્રાફ્ટે બનાવ્યું આકર્ષણ


સુરતના અડાજણ વિસ્તારમાં શ્રી જ્યોતિન્દ્રદવે ગાર્ડન નજીક એસએમસી પાર્ટી પ્લોટમાં રાજ્ય સરકારના ‘ગરવી ગુર્જરી’ દ્વારા હાથસાળ અને હસ્તકલા મેળાની ઉજવણી કરવામાં આવી, જ્યાં સુરતની સુવાસિની સ્વસહાય જૂથની બહેનો દ્વારા તૈયાર કરાયેલા નીમ (લીમડા)ના લાકડાના રમકડાં અને હેન્ડીક્રાફ્ટ ઉત્પાદનોનું વિશેષ આકર્ષણ રહ્યું. કળાને કૌશલ્યમાં ફેરવી આ બહેનો સ્વદેશી હસ્તકલા દ્વારા રોજગારીના નવા અવસર સર્જી રહી છે. આ પહેલ વડાપ્રધાનના ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને પ્રોત્સાહન આપતી હોવાથી વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે.

મેળામાં ભાગ લઈ રહેલી નિલમબેન ભાલાળાએ જણાવ્યું કે, લગ્ન બાદ સાસરે આવતા માત્ર ઘરકામમાં સીમિત રહેવાને બદલે કંઈક નવું કરવાની ઈચ્છા હતી. આ સમયે તેમના સાસુએ તેમને ઘરની ચાર દીવાલોમાંથી બહાર નીકળી આર્થિક રીતે સ્વાવલંબન બનવા પ્રોત્સાહિત કર્યું. નિલમબેન અને અન્ય બહેનો મળીને આર્થિક રીતે સક્ષમ બનતા ઘરની આસપાસથી પ્રાકૃતિક અને ઇકો-ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરીને NIમના લાકડાના રમકડાં અને હેન્ડીક્રાફ્ટ ઉત્પાદનો બનાવે છે, જે બાળકો માટે સંપૂર્ણ રીતે સલામત છે.

આ હસ્તકલામાં મહિલાઓએ કળાને વ્યવસાયમાં ફેરવીને નાની ઉદ્યોગ સાહસ શરૂ કરી છે અને રોજગારીના નવા અવસર પ્રાપ્ત કર્યા છે. નિલમબેન ભાલાળાએ કહ્યું, “‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપતા ગરવી ગુર્જરી મેળાએ મારી અને બીજી બહેનોના આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે. રાજ્ય સરકારની મદદથી અમે નાની ઉદ્યોગ સાહસિક બનીને આવનારી પેઢીઓને પ્રેરણા આપી રહ્યા છીએ.”

આ કાર્યક્રમ માત્ર હસ્તકલા પ્રદર્શિત કરવાનું માધ્યમ નહોતું, પરંતુ મહિલાઓને સશક્ત બનાવવાના અને ઘરબેઠાં આર્થિક રીતે સ્વાવલંબન બનીને સમાજમાં સકારાત્મક પ્રભાવ પાડવાના પ્રયાસનો ભાગ હતો. ‘ગરવી ગુર્જરી’ મેળા દ્વારા સ્થાનિક કલા, હસ્તકલા અને સ્વદેશી ઉત્પાદનને વધુ પ્રોત્સાહન મળી રહ્યું છે અને નાગરિકો તેમજ પ્રવાસીઓને આ અનોખા હસ્તકલાના ઉત્પાદનો જોઈને ખૂબ આનંદ આવ્યો.

સુરતના અડાજણમાં યોજાયેલા આ મેળાએ દર્શાવ્યું કે, જ્યારે મહિલાઓને શિક્ષણ, માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે છે, ત્યારે તેઓ શક્તિશાળી બનીને પોતાની કળા અને હસ્તકલા દ્વારા સમાજ અને અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.


  • Related Posts

    વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ખેડા જિલ્લામાં ૧૦૦ દિવસનું ટીબી મુક્ત અભિયાન શરૂ, ૭૮ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર


    તા. ૨૪ માર્ચના World Tuberculosis Day નિમિત્તે Kheda district માં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ Nadiad સ્થિત જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર Amit Prakash Yadav ની ઉપસ્થિતિમાં ટીબી…


    ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી: ચકલી સંરક્ષણ માટે જાગૃતિ અભિયાન


    Dharampur સ્થિત Valsad District Science Centre ખાતે વિશ્વ ચકલી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચકલી સંરક્ષણ અંગે…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *