સંકલ્પ તમારો, સહાય સરકારની: શ્રી વાજપેયી બેન્કેબલ યોજનાથી પ્રદીપભાઈ ચૌધરી બન્યા સફળ ઉદ્યોગ સાહસિક


ગુજરાત સરકારની ઉદ્યોગ પ્રોત્સાહક યોજનાઓ આજે ગ્રામ્ય વિસ્તારોના યુવાનો માટે નવી તક અને નવી દિશા ઊભી કરી રહી છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પ્રદીપભાઈ ચૌધરી તેનો જીવંત ઉદાહરણ છે. ‘સંકલ્પ તમારો, સહાય સરકારની’ આ વિચારને સાર્થક કરતા પ્રદીપભાઈએ શ્રી વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ ₹12 લાખની લોન મેળવી સિમેન્ટ બ્લોક મેન્યુફેક્ચરિંગનો લઘુ ઉદ્યોગ શરૂ કર્યો છે અને આજે સફળ ઉદ્યોગ સાહસિક બની ગયા છે.

પ્રદીપભાઈ વર્ષો સુધી સુરત જેવા મોટા શહેરમાં નોકરી કરતા હતા. સ્થિર આવક હોવા છતાં તેમના મનમાં પોતાના ગામમાં કંઈક કરવાની અને સ્થાનિક યુવાનોને રોજગાર આપવાની મજબૂત ઈચ્છા હતી. આ દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે તેમણે સરકારની શ્રી વાજપેયી બેન્કેબલ યોજનાનો લાભ લીધો. બેન્ક લોન સાથે મળેલી સરકારી સહાયથી તેમણે પોતાના ઘરના એક સામાન્ય ઓરડામાંથી સિમેન્ટ બ્લોક બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો.

ગઈકાલ સુધી જે ઓરડો માત્ર ઘરનો એક ભાગ હતો, તે આજે રોજગારીનું કેન્દ્ર બની ગયો છે. આ યુનિટમાંથી તૈયાર થતા સિમેન્ટ બ્લોક્સની માંગ સ્થાનિક બજારમાં ઝડપથી વધી રહી છે. તેના પરિણામે પ્રદીપભાઈ આજે પોતે તો આત્મનિર્ભર બન્યા જ છે, સાથે સાથે અન્ય યુવાનોને પણ કામની તક આપી રહ્યા છે. એક સમયે નોકરી શોધનાર પ્રદીપભાઈ આજે ‘જોબ સીકર’માંથી ‘જોબ ગીવર’ બની ગયા છે.

પ્રદીપભાઈનું આ સ્ટાર્ટઅપ માત્ર એક વ્યવસાય પૂરતું સીમિત નથી, પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @2047’ના વિઝન તરફનું એક મક્કમ પગલું છે. આત્મનિર્ભર ભારત અને સ્થાનિક સ્તરે ઉદ્યોગ વિકાસની વિચારધારાને આ ઉદાહરણ મજબૂતી આપે છે.

શ્રી વાજપેયી બેન્કેબલ યોજના જેવી સરકારી યોજનાઓ ગ્રામ્ય અને અર્ધગ્રામ્ય વિસ્તારોમાં રહેલા યુવાનો માટે આશાની કિરણ બની છે. પ્રદીપભાઈ ચૌધરીની સફળતા દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન, સરકારની સહાય અને દ્રઢ સંકલ્પ હોય તો ગામડામાં રહીને પણ સફળ ઉદ્યોગ સ્થાપી શકાય છે. તેમની આ સફળતા અનેક યુવાનોને સ્વરોજગાર તરફ પ્રેરણા આપશે.


  • Related Posts

    વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ખેડા જિલ્લામાં ૧૦૦ દિવસનું ટીબી મુક્ત અભિયાન શરૂ, ૭૮ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર


    તા. ૨૪ માર્ચના World Tuberculosis Day નિમિત્તે Kheda district માં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ Nadiad સ્થિત જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર Amit Prakash Yadav ની ઉપસ્થિતિમાં ટીબી…


    ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી: ચકલી સંરક્ષણ માટે જાગૃતિ અભિયાન


    Dharampur સ્થિત Valsad District Science Centre ખાતે વિશ્વ ચકલી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચકલી સંરક્ષણ અંગે…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *