જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ


જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યો શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી મેઘજીભાઈ ચાવડા અને શ્રી હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરાયેલા વિવિધ લોકપ્રશ્નો અને રજૂઆતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જનપ્રતિનિધિઓના પ્રશ્નોને ગંભીરતાથી ધ્યાને લઈને કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોના અધિકારીઓને સમયમર્યાદામાં આયોજનબદ્ધ રીતે ઉકેલ લાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

બેઠક દરમિયાન અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતા નવા પ્રશ્નો પર પણ ચર્ચા કરવામાં આવી. જેમાં કાલાવડ તાલુકામાં મંજુર થયેલા આરોગ્ય કેન્દ્રના કામો, સનદ સંબંધિત પ્રશ્નો, કોઝવે બનાવવા, ઘરથાળના પ્લોટ ફાળવવા, અન્ડરગ્રાઉન્ડ બ્રિજ નીચે રસ્તો ખુલ્લો કરવા, પી.એચ.સી. સેન્ટરમાં એમ્બ્યુલન્સ ફાળવણી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ સામેલ હતા. ઉપરાંત ગામતળથી દૂર વિજ લાઇન નાખવી, ટ્રાન્સફોર્મર (ટી.સી.) બદલવા, સબ સ્ટેશનની જગ્યા બદલવા ન દેવા, નવું સબ સ્ટેશન બનાવવા અને પાકને થયેલ નુકશાનીનું વળતર ચૂકવવા જેવા પ્રશ્નો પર પણ ચર્ચા કરવામાં આવી.

આ ઉપરાંત ફોરેસ્ટ જમીનની માપણી, પ્રોપર્ટી કાર્ડ, સ્ટ્રીટ લાઇટના કામો, પીવાના પાણીની સુવિધા, આધારકાર્ડનું નવું કેન્દ્ર શરૂ કરવું, પીવાના પાણીની નવી પાઇપલાઇન નાખવી, ચેકડેમ રિપેરિંગ, રસ્તાના કામો, દબાણ દૂર કરવું અને જમીન સંપાદનનું વળતર આપવા જેવા મુદ્દાઓ પર રજૂઆતો થઈ. ગૌચર અને સરકારી ખરાબાની જમીન ફાળવણી, ખાનગી જમીનમાંથી પસાર થતી વિજ લાઇન બદલ ખેડુતોને વળતર, સૌની યોજના હેઠળ નવા વાલ્વ મૂકવા તથા પ્રમોલગેશન દરમ્યાન રહેલી ક્ષતિ સુધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવી.

જામજોધપુર અને લાલપુર તાલુકામાં ડી.એમ.એફ. ગ્રાન્ટ હેઠળ થયેલા કામો, ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોની કામગીરી, પી.જી.વી.સી.એલ. સંબંધિત પ્રશ્નો, પવનચક્કી અને વીજલાઇન ઉભી કરતી કંપનીઓના મુદ્દાઓ સહિતના પ્રશ્નો પર જનપ્રતિનિધિઓએ પોતાની રજૂઆતો કરી હતી.

બેઠકના અંતે જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓ તથા નાગરિકો તરફથી આવતી રજૂઆતોને અગ્રતા આપીને સકારાત્મક દિશામાં સમયસર ઉકેલ લાવવો અત્યંત જરૂરી છે, જેથી જનતા સુધી સરકારી યોજનાઓનો લાભ અસરકારક રીતે પહોંચે.


  • Related Posts

    વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ખેડા જિલ્લામાં ૧૦૦ દિવસનું ટીબી મુક્ત અભિયાન શરૂ, ૭૮ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર


    તા. ૨૪ માર્ચના World Tuberculosis Day નિમિત્તે Kheda district માં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ Nadiad સ્થિત જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર Amit Prakash Yadav ની ઉપસ્થિતિમાં ટીબી…


    ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી: ચકલી સંરક્ષણ માટે જાગૃતિ અભિયાન


    Dharampur સ્થિત Valsad District Science Centre ખાતે વિશ્વ ચકલી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચકલી સંરક્ષણ અંગે…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *