જોમ-જુસ્સા સાથે 12 રાજ્યોના 516 સ્પર્ધકોએ સર કર્યો ગિરનાર: 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું ભવ્ય આયોજન


રાજ્યના સૌથી ઊંચા અને કઠિન ગણાતા ગિરનાર પર્વતને સર કરવા માટે આજે દેશના 12 રાજ્યોમાંથી આવેલા કુલ 516 સ્પર્ધકોએ જોશ અને જુસ્સા સાથે દોટ મૂકી હતી. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પર્ધાનો પ્રારંભ સવારે 6:45 કલાકે ભાઈઓના પ્રથમ ચરણથી કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ બહેનોની સ્પર્ધાનો પ્રારંભ થયો હતો.

સ્પર્ધાના પરિણામોમાં સિનિયર બહેનોની કેટેગરીમાં ઉત્તર પ્રદેશની તામસી સિંઘે 32.14 મિનિટના સમય સાથે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. સિનિયર ભાઈઓમાં ગુજરાતના વસાવા અનિલે 58.16 મિનિટમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. જુનિયર બહેનોમાં ઉત્તર પ્રદેશની બંદના યાદવે 37.20 મિનિટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે જુનિયર ભાઈઓમાં ગુજરાતના દિવાકર રાજભરે 60.52 મિનિટમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.

બીજા અને ત્રીજા ક્રમે પણ વિવિધ રાજ્યોના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. સિનિયર બહેનોમાં ઉત્તર પ્રદેશની નેહા મિશ્રા અને ગુજરાતની વેગડ કાજલ, સિનિયર ભાઈઓમાં ગુજરાતના વસાવા ઈનેશ અને દીવના વીજ્ઞનેશ ચીમનલાલ, જુનિયર બહેનોમાં કઠેસીયા અસ્મિતા અને સોલંકી કાજલ તેમજ જુનિયર ભાઈઓમાં વીમલ વણઝારા અને ઉત્તર પ્રદેશના અંકુરભાઈએ ટોચના સ્થાનો મેળવ્યા હતા.

મંગલનાથ આશ્રમ, ભવનાથ ખાતે આયોજિત ઇનામ વિતરણ સમારોહમાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ અધ્યક્ષીય પ્રવચન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ફિટ ઇન્ડિયા’ મંત્ર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ની દિશાને ગિરનાર સ્પર્ધા સાર્થક કરી રહી છે. તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રીના પ્રયાસોથી આ અઘરી સ્પર્ધાની ઇનામી રાશિમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

આ સ્પર્ધામાં ચાર કેટેગરીમાં પ્રથમ વિજેતાઓને રૂ. 1 લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો તેમજ ટોપ-10માં સ્થાન મેળવનાર ખેલાડીઓને કુલ રૂ. 19 લાખના ઇનામો વિતરીત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન સુશ્રી પલ્લવીબેન ઠાકરે, જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવ રૂપારેલિયા, શાસક પક્ષના નેતા શ્રી મનન અભાણી, ગુજરાત રાજ્ય વ્યાયામ મંડળના પ્રમુખ શ્રી રણજીતસિંહ વાઘેલા સહિત અનેક પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્પર્ધાના સફળ આયોજન માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એન.ડી. વાળા અને તેમની ટીમ, મેડિકલ કોલેજના તબીબો, રમતગમત વિભાગના કર્મચારીઓ તથા સેવાભાવી સંસ્થાઓએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.


  • Related Posts

    એકતાનગર વિકાસ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક: ઓડિશાની ઉપમુખ્યમંત્રી પ્રવતિ પરીદાનો ઉલ્લેખ


    ગુજરાતના પ્રખ્યાત પર્યટન કેન્દ્ર Ekta Nagar અંગે ઓડિશાની ઉપમુખ્યમંત્રી Pravati Paridaએ પ્રશંસાપૂર્વક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે એકતાનગર માત્ર પર્યટન સ્થળ જ નથી, પરંતુ વિકાસ, નવીનતા અને રાષ્ટ્રીય એકતાનું…


    માધવપુર મેળો 2026 માટે તંત્ર સજ્જ: પોરબંદરમાં પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ


    આગામી Madhavpur Fair 2026ને સુચારુ અને સફળ બનાવવા માટે પોરબંદર કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક નિવાસી અધિક જિલ્લા કલેક્ટર Rekhabaa Sarvaiyaના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી,…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *