દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે બહુઆયામી ગરીબી સૂચકાંક મુદ્દે સમીક્ષા બેઠક: સચિવ રાજકુમાર બેનીવાલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ


દાહોદ: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ પ્રાંતીય કચેરી ખાતે રાજ્યના ઇન્ચાર્જ સચિવ શ્રી રાજકુમાર બેનીવાલના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં બહુઆયામી ગરીબી સૂચકાંક (Multi-Dimensional Poverty Index) હેઠળ આવતાં લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળે તે માટેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં દાહોદ જિલ્લાના કલેકટર શ્રી યોગેશ નિર્ગુડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, નિવાસી અતિરિક્ત કલેકટર શ્રી જે. એમ. રાવલ સહિત જિલ્લાના સંકલન અધિકારીઓ અને વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પાઠિક દવે દ્વારા સર્વે કામગીરી અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

ઇન્ચાર્જ સચિવ શ્રી રાજકુમાર બેનીવાલે સર્વે દરમિયાન અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી અને પ્રાપ્ત થયેલી માહિતીનું અવલોકન કર્યું હતું. તેમણે તમામ વિભાગોને બહુઆયામી ગરીબી સૂચકાંક હેઠળ આવતાં લોકોને બહાર લાવવા સહયોગી પ્રયત્નો કરવા સૂચના આપી હતી. ગામડાંના નાગરિકોના પ્રશ્નોને સમજીને તેમની સર્વાંગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન આપવાનું પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. સાથે સાથે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંગે અધિકારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને લાભાર્થીઓને તમામ યોજનાઓનો લાભ સમયસર મળે તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

આ બેઠકમાં કલેકટર શ્રી યોગેશ નિર્ગુડેએ તમામ અધિકારીઓને પોતાના વિભાગની કામગીરીની ચકાસણી માટે ફરજિયાત રીતે ફિલ્ડ વિઝિટ અને ભૌતિક ચકાસણી કરવા આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે દરેક અધિકારી પોતાની કામગીરીની યાદી બનાવી અગ્રિમ આયોજન સાથે સમયસર કામગીરી પૂર્ણ કરે. કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી પણ તેમણે આપી હતી, જેથી તમામ કામ પારદર્શકતા અને નીતિ-નિયમો અનુસાર થાય.

બેઠક દરમિયાન પર્યટન વિકાસ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. નાળધા ધોધ, ઉધલ મહુડા, રતનમહાલ અને સગતાલા જેવા સ્થળોને પર્યટન માટે વિકસિત કરવા, ત્યાં પ્રવાસીઓ માટે રહેવા, ભોજન અને ફરવાની સુવિધાઓ વિકસાવવા તેમજ સ્થાનિક કલા અને રોજગાર સર્જન માટે આયોજન કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ બેઠકથી દાહોદ જિલ્લામાં વિકાસલક્ષી કામગીરીને નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.


  • Related Posts

    એકતાનગર વિકાસ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક: ઓડિશાની ઉપમુખ્યમંત્રી પ્રવતિ પરીદાનો ઉલ્લેખ


    ગુજરાતના પ્રખ્યાત પર્યટન કેન્દ્ર Ekta Nagar અંગે ઓડિશાની ઉપમુખ્યમંત્રી Pravati Paridaએ પ્રશંસાપૂર્વક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે એકતાનગર માત્ર પર્યટન સ્થળ જ નથી, પરંતુ વિકાસ, નવીનતા અને રાષ્ટ્રીય એકતાનું…


    માધવપુર મેળો 2026 માટે તંત્ર સજ્જ: પોરબંદરમાં પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ


    આગામી Madhavpur Fair 2026ને સુચારુ અને સફળ બનાવવા માટે પોરબંદર કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક નિવાસી અધિક જિલ્લા કલેક્ટર Rekhabaa Sarvaiyaના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી,…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *